નવસારીના 53 કિમી દરિયાકાંઠે મરીન કમાન્ડોનું સઘન કોસ્ટલ પેટ્રોલિંગ.
ગુજરાતની દરિયાઈ સુરક્ષા માટે, આતંકવાદી પ્રવૃત્તિઓ, ડ્રગ્સ, દાણચોરી અને શંકાસ્પદ હિલચાલ રોકવા રાજ્યભરમાં સઘન કોસ્ટલ પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. નવસારીના 53 કિમી લાંબા દરિયાકાંઠે મરીન કમાન્ડોની ટીમો વ્યૂહાત્મક વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી છે. 18 મેના રોજ, ટીમોએ ઉભરાટથી દીપલા સુધી શંકાસ્પદ ઇસમો, વાહનો, બોટો અને અવાવરુ સ્થળોનું ચેકિંગ કર્યું.
નવસારીના 53 કિમી દરિયાકાંઠે મરીન કમાન્ડોનું સઘન કોસ્ટલ પેટ્રોલિંગ.
ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું ચાલુ રાખશે.
અમેરિકાના પ્રતિબંધોની છૂટ સમાપ્ત થયા બાદ પણ ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાત ચાલુ રાખશે. પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે આયાત યોજના પર કોઈ અસર નહીં થાય. વૈશ્વિક પુરવઠાને સ્થિર કરવા માટે, યુએસ ટ્રેઝરી વિભાગે સમુદ્રમાં ફસાયેલા રશિયન તેલના જહાજોમાંથી તેલ ખરીદવા માટે 30 દિવસનું અસ્થાયી લાઇસન્સ આપ્યું છે. આનાથી ઊર્જા-સંવેદનશીલ દેશોને રાહત મળશે. ભારતે મે મહિનામાં રેકોર્ડ 23 લાખ બેરલ પ્રતિ દિવસ ક્રૂડ ઓઇલની આયાત કરી.
ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું ચાલુ રાખશે.
રાજકોટના જાગનાથ પ્લોટમાં બે બાઇક અથડાયા, CCTVમાં ઘટના કેદ.
રાજકોટના જાગનાથ પ્લોટમાં ગઈકાલે બે મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. આ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે, જેમાં બંને બાઇક સવારો રોડ પર ફંગોળાયા હતા. સદનસીબે કોઈ જાનહાનિ નથી, પરંતુ વાહનચાલકોને ઇજાઓ પહોંચી છે. રહીશોએ અકસ્માતો રોકવા સ્પીડ બ્રેકર મૂકવા મનપાને રજૂઆત કરી છે.
રાજકોટના જાગનાથ પ્લોટમાં બે બાઇક અથડાયા, CCTVમાં ઘટના કેદ.
મોરબી નજીકથી દારૂ ભરેલી રિક્ષા ઝડપાઈ.
મોરબી માળિયા હાઇવે પર રવિરાજ ચોકડી પાસે એલસીબી ટીમે દારૂ ભરેલી રિક્ષા ઝડપી પાડી. જુદી જુદી બ્રાન્ડની 2448 બોટલ દારૂ, રિક્ષા અને મોબાઈલ ફોન સહિત 5.88 લાખનો મુદ્દામાલ જપ્ત. સમીરશા ઉર્ફે ટીનોની ધરપકડ, અવેશભાઈ અને સલીમભાઈના નામ પણ ખુલ્યા. ફરાર બે આરોપીઓને પકડવા તપાસ ચાલુ.
મોરબી નજીકથી દારૂ ભરેલી રિક્ષા ઝડપાઈ.
ડાંગના પૂર્વ પટ્ટીના વનવિસ્તારમાં ભયાનક આગ.
જામનગર ડેન્ટલ કોલેજનું કરોડોના નાણાકીય કૌભાંડ.
જામનગર ડેન્ટલ કોલેજમાં કરોડો રૂપિયાનું નાણાકીય કૌભાંડ સામે આવ્યું છે. એક કર્મચારીએ સરકારી નાણાં અંગત ખાતામાં ટ્રાન્સફર કર્યા. ડીન ડો. નયના પટેલની ફરિયાદ પર સીટી 'બી' ડિવિઝન પોલીસ તપાસ કરી રહી છે. DYSP અને PI સ્ટાફ સહિત ઉચ્ચ અધિકારીઓ આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે, શંકાસ્પદ કર્મચારીની પૂછપરછ અને બેંક સ્ટેટમેન્ટ્સ ચકાસવામાં આવી રહ્યા છે.
જામનગર ડેન્ટલ કોલેજનું કરોડોના નાણાકીય કૌભાંડ.
LCBએ ડ્રોન કેમેરાથી 6 જુગારી પકડ્યા, ₹36,700નો મુદ્દામાલ જપ્ત.
ભાવનગર LCBએ ડ્રોન કેમેરાની મદદથી મોતીતળાવ પાસે જુગાર રમતા 6 શખ્સોને રંગેહાથ ઝડપી લીધા. તેમની પાસેથી ₹36,700 રોકડ, mobile ફોન અને જુગાર રમવાના સાધનો જપ્ત કરાયા. તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી માટે પોલીસ મથકે સોંપાયા.
LCBએ ડ્રોન કેમેરાથી 6 જુગારી પકડ્યા, ₹36,700નો મુદ્દામાલ જપ્ત.
ગુજરાતમાં ગરમી ઘટવાના સંકેત, તાપમાન બે-ત્રણ ડિગ્રી નીચે આવશે.
ગુજરાતમાં ગરમીથી રાહત મળવાના સંકેત છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજથી તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થશે. પવનોની દિશા બદલાતા રાહત મળશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનું મોજુ ફરી વળ્યું છે, અને આવતીકાલથી તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટમાં ગરમીનો પારો 42-43 ડિગ્રીએ પહોંચ્યો હતો. સુરેન્દ્રનગરમાં સર્વાધિક 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ચોમાસા માટે સ્થિતિ સાનુકૂળ બની રહી છે, જેનાથી આગામી દિવસોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી જોર પકડી શકે છે.
ગુજરાતમાં ગરમી ઘટવાના સંકેત, તાપમાન બે-ત્રણ ડિગ્રી નીચે આવશે.
અદાણીની US કાનૂની જીત: $10 બિલિયનના મહારોકાણનો માર્ગ મોકળો.
US જસ્ટિસ ડિપાર્ટમેન્ટ અને ટ્રમ્પ વહીવટીતંત્રે Adani Group સામેના કાનૂની વિવાદો પાછા ખેંચતા, $10 બિલિયનના વિશાળ રોકાણનો માર્ગ મોકળો થયો છે. આનાથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી, લોજિસ્ટિક્સ અને ડેવલપમેન્ટ ક્ષેત્રે વિસ્તરણને નવી દિશા મળશે. U.S. Securities and Exchange Commission સાથે પણ પારદર્શક સમજૂતીની પ્રક્રિયા ચાલી રહી છે.
અદાણીની US કાનૂની જીત: $10 બિલિયનના મહારોકાણનો માર્ગ મોકળો.
10 મિનિટ બેસવાનું કહેતાં ગાડીના કાચ તોડ્યા.
ધોનીનું CSK સાથે ફોટોશૂટ, ગાયકવાડના 1000 રન, ક્લાસનના 2000 IPL રન.
પાટણ નગરપાલિકાની પિતાંબર તળાવ પર 104 દબાણ હટાવવા નોટિસ.
પાટણ નગરપાલિકાએ ઐતિહાસિક પિતાંબર તળાવ ફરતે થયેલા 104 ગેરકાયદેસર દબાણોને ચોમાસા પૂર્વે 15 દિવસમાં હટાવવા નોટિસ ફટકારી છે. ગંદા પાણી અને પૂરની સંભવિત સ્થિતિને ધ્યાનમાં રાખીને, તંત્રએ કડક પગલાં લીધા છે. દબાણકર્તાઓએ 15 દિવસમાં સ્થળાંતર કરવું પડશે, અન્યથા બુલડોઝર ફેરવાશે.
પાટણ નગરપાલિકાની પિતાંબર તળાવ પર 104 દબાણ હટાવવા નોટિસ.
ચૂંટણી જીત્યાના 3 સપ્તાહ પછી પણ કેમ ન મળ્યા મેયર?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામને ત્રણ સપ્તાહનો સમય વીત્યો છે ત્યારે હજુય નગરપાલિકા અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ હજુ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની પસંદગી કરી શક્યું નથી. નવા પદાધિકારીઓની પસંદગીને લઈને ભાજપમાં મથામણ જામી છે. એટલું જ નહીં, મેયર સહિતના પદાધિકારીઓના નામની સત્તાવાર જાહેરાત માટે હજુ બે-ચાર દિવસની રાહ જોવી પડે તેમ છે. ચૂંટણીમાં ભાજપનો દબદબોસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે જોરદાર દેખાવ કર્યો છે.
ચૂંટણી જીત્યાના 3 સપ્તાહ પછી પણ કેમ ન મળ્યા મેયર?
America ની મસ્જિદમાં ગોળીબાર, 3 લોકોની હત્યા, હુમલાખોરોએ પણ કરી આત્મહત્યા.
હોર્મુઝ સ્ટ્રેટ પર ઇરાનની નવી નિયંત્રક શક્તિ
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ કડક કર્યું, હવે પરવાનગી અને કરોડોની ફી વિના જહાજો પસાર નહીં થાય. 'પર્સિયન ગલ્ફ સ્ટ્રેટ ઓથોરિટી' (PGSA) દ્વારા નવી પરમિટ સિસ્ટમ લાગુ કરાઈ, જેમાં જહાજની વિગતો, વીમો, ક્રૂ, કાર્ગો અને રૂટ શેર કરવા પડશે. ફી યુઆનમાં વસૂલાશે, જે $2 મિલિયન પ્રતિ સફર સુધીની હોઈ શકે છે. આ પગલાંથી વૈશ્વિક વેપારમાં તણાવ વધ્યો છે.
હોર્મુઝ સ્ટ્રેટ પર ઇરાનની નવી નિયંત્રક શક્તિ
વન નેશન વન ઈલેક્શન JPCની બ્યુરોક્રેટ્સ સાથે ગાંધીનગરમાં બેઠક.
ઋષિકેશ રેલવે સ્ટેશન પાસે ઉજ્જૈન એક્સપ્રેસ ટ્રેનના 3 ડબ્બા પાટા પરથી ઉતર્યા.
ઋષિકેશમાં શન્ટિંગ કામગીરી દરમિયાન ઉજ્જૈની એક્સપ્રેસના એન્જિન અને અનેક કોચ પાટા પરથી ઉતરી ગયા. ખાલી કોચ નિયંત્રણ બહાર જઈ થાંભલા સાથે અથડાયો, પરંતુ સદભાગ્યે કોઈ મુસાફરને ઈજા થઈ નથી. આ ઘટના રેલ્વેની સુરક્ષા પ્રણાલી પર સવાલો ઉભા કરે છે.
ઋષિકેશ રેલવે સ્ટેશન પાસે ઉજ્જૈન એક્સપ્રેસ ટ્રેનના 3 ડબ્બા પાટા પરથી ઉતર્યા.
અસારવા-સાબરમતી ટ્રેક કામગીરી: મેમુ ટ્રેનો નરોડાથી, કાનપુર સ્પેશિયલ 2 કલાક મોડી.
પડતર પ્રશ્ને કાલે ભાવનગર-બોટાદના દવાના વેપારીઓનું બંધનુ એલાન
ઓનલાઇન દવાનું વેચાણ સહિતના પ્રશ્નો યથાવતવારંવાર રજુઆતો છતાં ગંભીર પ્રશ્નો પર કોઈ ઠોસ કાર્યવાહી ન થતા દવાના વેપારીઓમાં ભારે રોષભાવનગર - દેશભરના દવાના વેપારીઓના અસ્તિત્વ અને જન આરોગ્યની સુરક્ષા માટે આગામી તા.૨૦ મે ના રોજ રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન અપાયુ છે. ઓનલાઈન ફાર્મસીની અનિયંત્રીત કામગીરી અને શોષણકારી ભાવની નીતિ સામે રસ્તા પર ભાવનગર અને બોટાદ જિલ્લાના કેમીસ્ટસ રસ્તા પર ઉતરશે. ગેરકાયદેસર ઈ-ફાર્મસી અને ડીપ ડિસ્કાઉન્ટના કારણે ૫ કરોડ આશ્રિતોની રોજીરોટી પર સંકટ છવાઈ જવા પામેલ છે.
પડતર પ્રશ્ને કાલે ભાવનગર-બોટાદના દવાના વેપારીઓનું બંધનુ એલાન
ટ્રમ્પે ઈરાન પર હુમલો રોક્યો, 'ગુપ્ત પત્ર' બન્યો કારણ
જનતા ખિસ્સા ખાલી કરવા તૈયાર રહે! 5 જ દિવસમાં બીજી વાર વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો નવો આંકડો
Fuel Price Hike: આજના સમયમાં સવારે ઉઠતાની સાથે જ જો કોઈ સમાચાર મિડલ ક્લાસ પરિવારનું આખું બજેટ હલાવી નાખતા હોય, તો તે છે ઈંધણના ભાવ. જો તમે વિચારતા હોવ કે ગત શુક્રવારે થયેલો ભાવવધારો છેલ્લો હતો, તો તમે ખોટા છો. સરકારે માત્ર 5 જ દિવસમાં જનતાને બીજો મોટો આંચકો આપતા ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંકી દીધો છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને વૈશ્વિક બજારની ઉથલપાથલની સીધી અસર હવે સામાન્ય ભારતીયના ખિસ્સા પર દેખાવા લાગી છે.
જનતા ખિસ્સા ખાલી કરવા તૈયાર રહે! 5 જ દિવસમાં બીજી વાર વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો નવો આંકડો
શિપમેન્ટમાં વિક્ષેપથી એપ્રિલમાં ચોખાની નિકાસમાં 6 ટકાનો ઘટાડો
અમદાવાદ : ભારતની ચોખાની નિકાસ, તેની સૌથી મોટી કૃષિ-ઉત્પાદન શિપમેન્ટ, પશ્ચિમ એશિયા યુદ્ધથી પ્રભાવિત થઈ રહી છે અને એપ્રિલમાં શિપમેન્ટના મૂલ્યમાં ૬% ઘટાડો થયો છે. એપ્રિલ ૨૦૨૬માં, વિશ્વના સૌથી મોટા ચોખા નિકાસકાર ભારતે ૧.૦૧ બિલિયન ડોલર મૂલ્યના ચોખા મોકલ્યા હતા, જે વાર્ષિક ધોરણે ૬% ઘટાડો દર્શાવે છે.મધ્ય પૂર્વમાં સંઘર્ષે ઈરાન અને સાઉદી અરેબિયા સહિતના ખાડી દેશોમાં સુગંધિત લાંબા અનાજવાળા બાસમતી ચોખાની નિકાસમાં વિક્ષેપ પાડયો હતો.
શિપમેન્ટમાં વિક્ષેપથી એપ્રિલમાં ચોખાની નિકાસમાં 6 ટકાનો ઘટાડો
દિલ્હીની વાત : બસપા રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ગુમાવશે
નવીદિલ્હી : એક જમાનામાં ઉત્તર પ્રદેશમાં બસપા લાંબા સમય સુધી સત્તામાં રહી હતી. કાંશીરામ અને માયાવતીએ પક્ષની સ્થાપના કર્યા પછી દલીત અને ઓબીસીના સમર્થનને કારણે બસપા અને માયાવતી છવાઈ ગયા હતા. ધીમે ધીમે માયાવતીની પકડ ઓછી થતી ગઈ. એમની સામે થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો અને ભેગી કરેલી મિલકતને કારણે તેઓ લોકોની નજરમાંથી ઉતરતા ગયા. હમણા બસપા નેશનલ પાર્ટી છે, પરંતુ ગમે ત્યારે આ દરજ્જો ગુમાવી શકે એમ છે. હમણા દેશમાં છ નેશનલ પાર્ટીઓ, ભાજપ, કોંગ્રેસ, બસપા, સીપીઆઇ (એમ) અને એનપીપી છે.
દિલ્હીની વાત : બસપા રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ગુમાવશે
મ્યુ. ફન્ડોના પોર્ટફોલિયોમાં ટેકનોલોજી ક્ષેત્રનું વેઈટેજ ઘટી આઠ વર્ષના તળિયે
મુંબઈ : આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ) સંબંધિત ખલેલને કારણે ઊભી થઈ રહેલી અનિશ્ચિતતા, આઈટી ખર્ચમાં ધીમી ગતિ તથા નબળા અર્નિંગ્સની ધારણાંને ધ્યાનમાં રાખી મ્યુચ્યુઅલ ફન્ડો દ્વારા ટેકનોલોજી સ્ટોકસમાં રોકાણમાં જોરદાર ઘટાડો જોવાયો છે. એક બ્રોકરેજ હાઉસ દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં જણાવાયું હતું કે, મ્યુચ્યુઅલ ફન્ડોના પોર્ટફોલિઓમાં ટેકનોલોજી ક્ષેત્રને વેઈટેજ એપ્રિલમાં ઘટી ૬.૭૦ ટકા સાથે આઠ વર્ષની નીચી સપાટીએ રહ્યું હતું. ટેકનોલોજી ક્ષેત્રને ફન્ડોનું વેઈટેજ એપ્રિલમાં એક વર્ષમાં ૧.
મ્યુ. ફન્ડોના પોર્ટફોલિયોમાં ટેકનોલોજી ક્ષેત્રનું વેઈટેજ ઘટી આઠ વર્ષના તળિયે
ચીન ખાતેથી ભારતની ફર્ટિલાઈઝરની આયાતમાં 170 ટકાનો વધારો
મુંબઈ : નાણાં વર્ષ ૨૦૨૬માં ચીન ખાતેથી ભારતની ફર્ટિલાઈઝરની આયાત વાર્ષિક ધોરણે ૧૭૦ ટકાથી વધુ વધી ૫૦.૨૦ લાખ ટન રહી હતી. જોકે ભારતને ખાતરના નિકાસકાર તરીકે રશિયાએ પ્રથમ ક્રમ જાળવી રાખ્યો હતો એમ વાણિજ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા ડેટા પરથી કહી શકાય છે.ગત નાણાં વર્ષમાં રશિયા ખાતેથી ફર્ટિલાઈઝરની આયાત વાર્ષિક ધોરણે ૩૫ ટકા વધી ૬૭.૧૦ લાખ ટન રહી હતી.
ચીન ખાતેથી ભારતની ફર્ટિલાઈઝરની આયાતમાં 170 ટકાનો વધારો
ચાંદીમાં આયાત અંકુશોના પગલે રૂ.5000નો ઉછાળો: સોનું પણ ઉંચકાયું
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ ફરી ઉંચકાયા હતા. સરકારે ચાંદીની ઈમ્પોર્ટ પર અંકુશો લાદતાં તેની અસર પણ બજાર પર દેખાઈ હતી. વિશ્વ બજરામાં ભાવ ઘટયા પછી ફરી વધી આવ્યાના સમાચાર હતા. મુંબઈ કરન્સી બજારમાં રૂપિયો તૂટતાં તેની અસર પણ ઝવેરી બજાર પર દેખાઈ હતી. દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦૦ વધી રૂ.