ઈરાન-યુદ્ધને કારણે ભારતમાં ખાતર ઉત્પાદનમાં 25% ઘટાડો.
ઈરાન-યુદ્ધને કારણે ભારતમાં ખાતર ઉત્પાદનમાં 25% ઘટાડો.
Published on: 22nd April, 2026

અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે હોર્મુઝ રૂટ પ્રભાવિત થતા ભારતમાં ખાતરનું ઉત્પાદન માર્ચમાં ૨૪.૬ ટકા ઘટ્યું છે. યુરિયા બનાવવા માટે જરૂરી નેચરલ ગેસનો પુરવઠો ખોરવાતા દેશમાં ખાતરની અછત અને ખાદ્ય મોંઘવારી વધવાની ભીતિ છે. ભારત પોતાની ૬૦ ટકા ગેસ અને ૪૦ ટકા યુરિયાની જરૂરિયાત માટે ખાડી દેશો પર નિર્ભર છે. જોકે, સરકારે ખરીફ સિઝન માટે પૂરતો બફર સ્ટોક હોવાની ખાતરી આપી છે, પરંતુ આ સ્થિતિ સ્વદેશી નેનો ખાતર અને જૈવિક ખેતી તરફ વળવા માટે 'વેક-અપ કોલ' સમાન છે.