પરાજિત પક્ષ શરતો ના થોપી શકે: ટ્રમ્પની એકતરફી યુદ્ધવિરામની જાહેરાત બાદ ઈરાનનો જવાબ
પરાજિત પક્ષ શરતો ના થોપી શકે: ટ્રમ્પની એકતરફી યુદ્ધવિરામની જાહેરાત બાદ ઈરાનનો જવાબ
Published on: 22nd April, 2026

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં ફરી એકવાર મડાગાંઠ સર્જાઈ છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનની મધ્યસ્થી બાદ એકતરફી રીતે યુદ્ધવિરામ લંબાવવાની જાહેરાત કરી હતી, પરંતુ ઈરાને આ પ્રસ્તાવને સખત શબ્દોમાં ફગાવી દીધો છે. ઈરાનની સંસદના સ્પીકરના સલાહકાર મહેદી મોહમ્મદીએ તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ટ્રમ્પનું સીઝફાયર એક્સટેન્શન કોઈ અર્થ ધરાવતું નથી, કારણ કે હારનાર પક્ષ ક્યારેય શરતો લાદી શકે નહીં. ઈરાનના આ આક્રમક વલણથી સ્પષ્ટ થાય છે કે તેહરાન અત્યારે અમેરિકાના દબાણ સામે ઝૂકવા તૈયાર નથી અને પોતાના રાષ્ટ્રીય હિતોને પ્રાધાન્ય આપી રહ્યું છે.