મસ્કની કંપની Xને ઓસ્ટ્રેલિયામાં 4.65 લાખ ડોલરનો દંડ કરાયો.
સોશિયલ મીડિયા સાઇટ એક્સનો મુસીબતો પીછો છોડતી લાગતી નથી. ઓસ્ટ્રેલિયન જજે એક્સ કોર્પોરેશનને ૬.૫૦ લાખ ઓસ્ટ્રેલિયન ડોલર (૪.૬૫ લાખ અમેરિકન ડોલર)નો દંડ ફટકાર્યો છે. ઓનલાઇન ઓબ્ઝર્વરને ૨૦૨૩માં બાળકોની જાતીય સતામણીના વિષયના સંદર્ભમાં વિગતો પૂરી પાડવામાં નિષ્ફળ જવા બદલ આ દંડ ફટકારવામાં આવ્યો છે. ફેડરલ કોર્ટના જજ માઇકલ વ્હીલહને ટેક્સાસ સ્થિત સોશિયલ મીડિયા જાયન્ટને ઇસેફટી કમિશ્નર જુલી ઇનમાન ગ્રાન્ટને ૪૫ દિવસની અંદર એક લાખ ઓસ્ટ્રેલિયન ડોલર (૭૧ હજાર અમેરિકન ડોલર)ની ચૂકવણી કરવા આદેશ આપ્યો છે.
મસ્કની કંપની Xને ઓસ્ટ્રેલિયામાં 4.65 લાખ ડોલરનો દંડ કરાયો.
દુશ્મનાવટ ભૂલી ભારત, ચીન, જાપાન બ્રિટન વિરુદ્ધ WTOમાં એકસાથે, એશિયન દેશોનો મોટો દાવ
વિશ્વ વ્યાપાર સંગઠન (WTO)માં ભારત, ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશોએ બ્રિટનના સ્ટીલ આયાત પર ટૅરિફ વધારવાના પ્રસ્તાવનો સખત વિરોધ કર્યો છે. બ્રિટન 50% સુધી ટૅરિફ વધારવાની યોજના ધરાવે છે, જેનાથી ભારતીય સ્ટીલ નિકાસ પર અસર પડી શકે છે. જાપાન અને દક્ષિણ કોરિયાએ સત્તાવાર વાંધો ઉઠાવ્યો, જેને અન્ય દેશોનું સમર્થન મળ્યું. આ પગલાં ભારત-બ્રિટન મુક્ત વ્યાપાર કરાર (FTA)ના અમલીકરણને પણ અસર કરી શકે છે.
દુશ્મનાવટ ભૂલી ભારત, ચીન, જાપાન બ્રિટન વિરુદ્ધ WTOમાં એકસાથે, એશિયન દેશોનો મોટો દાવ
માર્કો રુબિયોએ કહ્યું, "ક્યુબા અમેરિકા માટે મોટો ખતરો"
United Statesના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી ક્યુબા સામે કડક વલણ અપનાવતાં સૈન્ય કાર્યવાહી અને સત્તાપલટાની અટકળો તેજ થઈ છે. અમેરિકાના વિદેશમંત્રી Marco Rubioએ ક્યુબાને અમેરિકાની સુરક્ષા માટે ખતરો ગણાવ્યો છે. બીજી તરફ, 1996ના વિમાન કાંડ મામલે પૂર્વ રાષ્ટ્રપ્રમુખ Raúl Castro સામે હત્યાનો કેસ દાખલ થયો છે. કેરેબિયન સમુદ્રમાં અમેરિકાએ યુદ્ધજહાજ USS Nimitz સહિત સૈન્ય તૈનાત કરતાં તણાવ વધુ વધ્યો છે, જ્યારે ક્યુબાએ તમામ આરોપોને ફગાવ્યા છે.
માર્કો રુબિયોએ કહ્યું, "ક્યુબા અમેરિકા માટે મોટો ખતરો"
દુનિયા પર મંડરાઈ રહ્યો છે મોટો આર્થિક ખતરો!
ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધથી હોર્મુઝ જળમાર્ગમાં સર્જાયેલા સંકટને કારણે વૈશ્વિક તેલ અને ગેસ પુરવઠા પર ગંભીર અસર પડી છે. નિષ્ણાતોના મતે, તણાવ તાત્કાલિક સમાપ્ત થાય તો પણ સંપૂર્ણ સપ્લાય ચેઈન સામાન્ય થવામાં 2027 સુધીનો સમય લાગી શકે છે. દરિયાઈ સુરંગો, જહાજો પર હુમલા અને ઈરાનની નાકાબંધીથી ઇંધણ, LPG અને LNG પુરવઠો ખોરવાયો છે. વધતા ઇંધણ ભાવ અને મોંઘવારીથી વૈશ્વિક અર્થતંત્ર પર દબાણ વધ્યું છે, જ્યારે UAE વૈકલ્પિક પાઇપલાઇન અને AI આધારિત ઊર્જા સુરક્ષા પર કામ કરી રહ્યું છે.
દુનિયા પર મંડરાઈ રહ્યો છે મોટો આર્થિક ખતરો!
ડોનાલ્ડ ટ્રમ્પે પુત્રના લગ્નમાં હાજરી અંગે રમૂજી કરી ટિપ્પણી.
US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે, પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરના આગામી લગ્નને લઈને રમૂજી નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે જો તેઓ લગ્નમાં જશે તો મારી નાખવામાં આવશે, અને નહીં જાય તો પરિવાર દ્વારા. આ ટિપ્પણીએ ઓવલ ઓફિસમાં હાસ્ય સર્જ્યું. પિતાની જવાબદારી અને રાષ્ટ્રપતિ પદની ફરજો વચ્ચેના સંઘર્ષને તેમણે હળવાશથી રજૂ કર્યો. લગ્નમાં હાજરી અંગે હજુ સત્તાવાર પુષ્ટિ નથી.
ડોનાલ્ડ ટ્રમ્પે પુત્રના લગ્નમાં હાજરી અંગે રમૂજી કરી ટિપ્પણી.
બ્રિટન છોડી રહ્યા છે 75,000 ભારતીયો!
અમેરિકા બાદ હવે બ્રિટન (UK)માં પણ ભારતીયોમાં અવળો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થી વિઝા પર જવાનું પ્રમાણ ઘટ્યું છે, અને માત્ર એક વર્ષમાં 75,000 ભારતીયોએ બ્રિટન છોડ્યું છે. આનું મુખ્ય કારણ બ્રિટનની આકરી વિઝા નીતિ છે. 2025માં કુલ 1.70 લાખ વિદેશીઓએ બ્રિટન છોડ્યું, જેમાં ભારતીયો સૌથી વધુ હતા. બ્રિટનમાં સતત વડાપ્રધાનો બદલાતા રહ્યા અને તેમની સાથે પૉલિસીમાં પણ સતત ફેરફારો થતા રહ્યા, જેની સીધી નકારાત્મક અસર વિદેશી પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓ પર પડી છે.
બ્રિટન છોડી રહ્યા છે 75,000 ભારતીયો!
ઇઝરાયલને બચાવતા અમેરિકાના 50% મિસાઈલ સ્ટોક પર ચિંતા.
અમેરિકા India ને Oil આપવા તૈયાર, તેલ સંકટ થશે દૂર!
અમેરિકાના વિદેશ સચિવ માર્કો રુબિયો ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ કહ્યું કે અમેરિકા ભારતને જેટલું oil અને gas જોઇએ તેટલું આપવા તૈયાર છે. આ મુલાકાત ભારત-અમેરિકા સંબંધોને વધુ મજબૂત બનાવશે. વેનેઝુએલા પાસેથી oil ખરીદી અને ટેરિફ પર પણ ચર્ચા થશે. આ સાથે જ વોશિંગ્ટન અને નવી દિલ્હી વચ્ચે એક મોટો વેપાર કરાર થયો છે, જેના અંતર્ગત ભારતીય આયાત પરનો પરસ્પર ટેરિફ ૨૫ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવ્યો છે.
અમેરિકા India ને Oil આપવા તૈયાર, તેલ સંકટ થશે દૂર!
ટ્રમ્પ ઈરાનના યુરેનિયમ પર કબજો જમાવવાની જીદ પર, ખુલ્લી ધમકી.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને યુરેનિયમના ભંડાર અંગે અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ઈરાન પાસે રહેલું Highly Enriched Uranium પોતાના નિયંત્રણમાં લઈને જ રહેશે. ટ્રમ્પે કડક ચેતવણી આપી છે કે "અમે ઈરાનને યુરેનિયમ રાખવા નહીં દઈએ" અને સંવર્ધિત યુરેનિયમ મેળવીને જ રહીશું.
ટ્રમ્પ ઈરાનના યુરેનિયમ પર કબજો જમાવવાની જીદ પર, ખુલ્લી ધમકી.
માઉન્ટ એવરેસ્ટ પર ઐતિહાસિક રેકોર્ડ: 275 પર્વતારોહકોએ એક દિવસમાં શિખર સર કર્યું.
માઉન્ટ એવરેસ્ટ પર ફરી એકવાર ઇતિહાસ રચાયો છે, જ્યાં એક જ દિવસમાં 275 પર્વતારોહકોએ દુનિયાનું સૌથી ઉંચુ શિખર સર કર્યું. નેપાળ તરફથી આવેલા આ અહેવાલો મુજબ, હાડ થીજવતી ઠંડી, બરફના તોફાનો અને ઓક્સિજનની અછત જેવા પડકારોને માત આપીને આટલી મોટી સંખ્યામાં સાહસિકો "વિશ્વની છત" પર પહોંચ્યા. નેપાળના પ્રવાસન વિભાગે આને સૌથી મોટી સિદ્ધિ ગણાવી છે, જોકે પર્વતારોહકોની વધતી સંખ્યા "ટ્રાફિક જામ" અને ઓક્સિજનની અછત જેવી ચિંતાઓ પણ ઊભી કરી રહી છે.
માઉન્ટ એવરેસ્ટ પર ઐતિહાસિક રેકોર્ડ: 275 પર્વતારોહકોએ એક દિવસમાં શિખર સર કર્યું.
ચીને સમુદ્રની અંદર 2,000 સર્વર્સ સાથે એઆઈ ડેટા સેન્ટર બનાવ્યું
ચીને AI માટે વધતી ઊર્જા જરૂરિયાતોને પહોંચી વળવા દુનિયાનું પહેલું અંડરવોટર AI ડેટા સેન્ટર શરૂ કર્યું છે. શાંઘાઈના લિંગાંગ સ્પેશિયલ એરિયા નજીક સમુદ્રમાં બનાવવામાં આવેલું આ ડેટા સેન્ટર પવન ઉર્જા અને સમુદ્રના ઠંડા પાણીનો ઉપયોગ કરીને સર્વર્સ ચલાવે છે. આ પ્રોજેક્ટમાં લગભગ ૨,૦૦૦ સર્વર્સ પ્રેશર-રેઝિસ્ટન્ટ અંડરવોટર મોડયુલ્સમાં સ્થાપિત કરવામાં આવ્યા છે.
ચીને સમુદ્રની અંદર 2,000 સર્વર્સ સાથે એઆઈ ડેટા સેન્ટર બનાવ્યું
ટ્રમ્પ અને નેતન્યાહુ વચ્ચે ઇરાન યુદ્ધ મુદ્દે મતભેદો વધ્યા.
યુદ્ધમાં ફસાયેલા અમેરિકાની પેટ્રોડોલરની બેઠી કમાણી પર પુતિન-જિનપિંગની નજર.
1970ના દાયકામાં વૈશ્વિક સ્તરે પેટ્રોલિયમની અછત ઊભી થઈ હતી. વાહનો અને ઉદ્યોગોના વધતા ઉપયોગથી ડીઝલની માંગ વધી હતી, જ્યારે United States સહિત અનેક દેશોએ પેટ્રોલિયમ રિઝર્વ બનાવવાની શરૂઆત કરી હતી. Israel અને આરબ દેશો વચ્ચેના યુદ્ધોથી પણ તેલ ઉત્પાદન પર અસર પડી હતી. આ દરમિયાન અમેરિકાએ ડોલરના બદલામાં સોનું આપવાની જૂની વ્યવસ્થા સમાપ્ત કરી અને વૈશ્વિક અર્થતંત્રમાં ‘પેટ્રોડોલર’ સિસ્ટમ વિકસાવી, જેના કારણે ડોલર કેન્દ્રિત અર્થવ્યવસ્થા વધુ મજબૂત બની.
યુદ્ધમાં ફસાયેલા અમેરિકાની પેટ્રોડોલરની બેઠી કમાણી પર પુતિન-જિનપિંગની નજર.
નવસારીની કશિશે એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય કર્યું.
નવસારીની કશિશ રાઠોડે નેશનલ એથ્લેટીક ચેમ્પિયનશીપમાં સ્કોટમાં ગોલ્ડ, બેન્ચ પ્રેસ અને ડેડ લિફ્ટમાં બ્રોન્ઝ મેડલ જીતી એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય કર્યું. કુલ 327.5 કિલોગ્રામ વજન ઉંચકી, નિર્ધારિત 325 કિલોગ્રામનો માપદંડ પાર કર્યો. તેની આ સિદ્ધિ ગુજરાત અને માહ્યાવંશી સમાજ માટે ગૌરવપૂર્ણ છે.
નવસારીની કશિશે એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય કર્યું.
ભુજમાં બાળકોના વેકેશનમાં વિજ્ઞાન કેમ્પ.
PM મોદીએ UAE રાષ્ટ્રપતિને ભેટ કરી કચ્છની ‘રોગાન કલા’.
PM મોદીએ UAE ની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનને કચ્છની અતિ પ્રાચીન અને વિશ્વ વિખ્યાત ‘રોગાન કલા’ ભેટમાં આપી. આ સાંસ્કૃતિક આદાનપ્રદાન દ્વારા વૈશ્વિક મંચ પર ભારતીય હસ્તકલા વારસાનું સુંદર પ્રદર્શન થયું. રોગાન કલા એરંડાના તેલ અને કુદરતી રંગોથી બનેલી, કચ્છના નિરોણા ગામના ખત્રી પરિવાર દ્વારા સદીઓથી સાચવેલી, સંપૂર્ણપણે હાથથી બનતી કળા છે.
PM મોદીએ UAE રાષ્ટ્રપતિને ભેટ કરી કચ્છની ‘રોગાન કલા’.
અમેરિકાના નવા પ્રમુખ કોણ બનશે, જે. ડી. વાન્સ કે માર્કો રૂબિયો ?
Donald Trump બાદ 2028ની અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં Republican Partyના ઉમેદવાર કોણ બનશે તે મુદ્દે આંતરિક રાજકારણ ગરમાયું છે. માર્કો રૂબિયો અને ઉપપ્રમુખ જે. ડી. વાન્સ વ્હાઇટ હાઉસમાં સતત પ્રેસ બ્રિફિંગ સંભાળી રહ્યા છે, જેને 2028ની દાવેદારી માટેનું શક્તિ પ્રદર્શન માનવામાં આવી રહ્યું છે. વાન્સે મીડિયા સામે ટ્રમ્પની નીતિઓનું મજબૂત સમર્થન કર્યું. જ્યારે ટ્રમ્પે બંને નેતાઓમાંથી કોઈ એકને સમર્થન આપવા બાબતે હાલ તટસ્થ રહેવાનું પસંદ કર્યું છે.
અમેરિકાના નવા પ્રમુખ કોણ બનશે, જે. ડી. વાન્સ કે માર્કો રૂબિયો ?
કેનેડા ક્રિકેટ ચીફ અરવિંદર ખોસાનાં ઘર પર ગોળીબાર, ખંડણીની શંકા.
બ્રિટિશ કોલંબિયાના સરેમાં કેનેડા ક્રિકેટ ચીફ અરવિંદ ખોસાના ઘર પર વહેલી સવારે અંધાધૂંધ ગોળીબાર થયો. આ ઘટના ખંડણીની વસુલાત સાથે સંકળાયેલી હોવાની પ્રાથમિક શંકા છે. સ્પેશ્યલ પોલીસ સર્વિસ (SPS) અને ઇન્ટીગ્રેટેડ ફોરેન્સિક આઈડેન્ટીફીકેશન સર્વિસીઝ (IFIS) તપાસ કરી રહ્યા છે. ક્રિકેટ કેનેડામાં ચાલી રહેલા આંતરિક વિખવાદ અને ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે આ ઘટના બની છે.
કેનેડા ક્રિકેટ ચીફ અરવિંદર ખોસાનાં ઘર પર ગોળીબાર, ખંડણીની શંકા.
હજ યાત્રાના કારણે ટળ્યું મોટું વિશ્વયુદ્ધ!
સાઉદી અરેબિયા અને UAEના હસ્તક્ષેપથી અમેરિકા-ઈરાન વચ્ચેનું સંભવિત યુદ્ધ ટળ્યું. હજ યાત્રા અને મુસ્લિમોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હુમલાના બદલે વાતચીતનો માર્ગ અપનાવ્યો, જેથી મધ્ય-પૂર્વમાં શાંતિ જાળવી શકાય. અમેરિકા અને ઈઝરાયલે રમઝાન મહિનામાં 28 ફેબ્રુઆરીએ ઈરાન પર હુમલો કર્યો હતો. ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા ખામેનેઈની હત્યા પણ રમઝાન મહિનામાં કરાઈ હતી. એટલું જ નહીં, બંને દેશોએ ઈદના દિવસે પણ ઈરાન પર હુમલા ચાલુ રાખ્યા હતા.
હજ યાત્રાના કારણે ટળ્યું મોટું વિશ્વયુદ્ધ!
PM મોદીએ UAE શાસકને આપી કેસર કેરી, કચ્છનું પેઇન્ટિંગ સહિત અનોખી ભેટ.
PM મોદીએ UAE ની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનને ગુજરાતની કેસર કેરી, કચ્છનું રોગન પેઇન્ટિંગ, મેઘાલયના અનાનસ, મણિપુરના બ્લેક રાઇસ, મધ્ય પ્રદેશનું મહેશ્વરી સિલ્ક, તેલંગાણાનું ફિલિગ્રી બોક્સ, બિહારનું મિથિલા મખાના અને રાજસ્થાનની કોફ્તગરી કટાર જેવી ભારતીય સંસ્કૃતિ અને હસ્તકલાની અનોખી ભેટ આપી.
PM મોદીએ UAE શાસકને આપી કેસર કેરી, કચ્છનું પેઇન્ટિંગ સહિત અનોખી ભેટ.
ટ્રમ્પ ઈઝરાયલના PM બની શકે? જાણો શું કહે છે કાયદો.
ડોનાલ્ડ ટ્રમ્પ જો ઈઝરાયલના વડાપ્રધાન બનવાની વાત કરે, તો શું તે શક્ય છે? ઈઝરાયલના કાયદા મુજબ, કોઈ પણ વિદેશી નાગરિક, જે યહૂદી હોય અને ઈઝરાયલની નાગરિકતા મેળવી શકે, તે સાંસદ બનીને PM બની શકે છે. ટ્રમ્પ પોતે યહૂદી નથી, પરંતુ તેમની પુત્રી ઈવાન્કા ટ્રમ્પે યહૂદી ધર્મ અપનાવ્યો છે. જો ટ્રમ્પ ઈઝરાયલની નાગરિકતા મેળવે, તો સૈદ્ધાંતિક રીતે PM બની શકે છે.
ટ્રમ્પ ઈઝરાયલના PM બની શકે? જાણો શું કહે છે કાયદો.
ટ્રમ્પ-તાઇવાન પ્રમુખ વાતચીત, 47 વર્ષ જૂનો પ્રોટોકોલ તોડવાની તૈયારી.
1979 બાદ પહેલીવાર અમેરિકી-તાઇવાન ટોચના નેતાઓ વચ્ચે વાતચીતના સંકેત. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ તાઇવાનના રાષ્ટ્રપ્રમુખ લાઈ ચિંગ-તે સાથે વાત કરવા તૈયાર. આ 47 વર્ષ જૂનો રાજદ્વારી પ્રોટોકોલ તોડશે, જે ચીનને ઉશ્કેરી શકે છે. ટ્રમ્પે કહ્યું, "હું દરેક સાથે વાત કરું છું." અમેરિકા તાઇવાનને $14 બિલિયનના હથિયારો વેચી રહ્યું છે, જે ચીન સાથે Bargaining Chip બની શકે છે. તાઇવાન ચીનને શાંતિ ભંગ કરનાર ગણાવે છે.
ટ્રમ્પ-તાઇવાન પ્રમુખ વાતચીત, 47 વર્ષ જૂનો પ્રોટોકોલ તોડવાની તૈયારી.
ઇબોલાના ખૌફને કારણે India-Africa Summit મોકૂફ.
આફ્રિકામાં ફેલાતા ઇબોલા વાઈરસના કારણે ચોથી 'India-Africa Forum Summit' છેલ્લી ઘડીએ મોકૂફ રાખવામાં આવી છે. ભારતીય વિદેશ મંત્રાલયે નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપી આ નિર્ણય લીધો છે. આ સમિટ 10 વર્ષ બાદ યોજાવાની હતી. દેશના એરપોર્ટ અને બંદરો પર ખાસ તપાસ શરૂ કરાઈ છે, ખાસ કરીને કોંગો, યુગાન્ડા અને સુદાન જેવા દેશોમાંથી આવતા મુસાફરો માટે. ભારત આફ્રિકાને મદદ માટે તૈયાર છે.
ઇબોલાના ખૌફને કારણે India-Africa Summit મોકૂફ.
PM મોદીએ પાંચ દેશોના પ્રવાસ દરમિયાન વૈશ્વિક નેતાઓને ભારતની સંસ્કૃતિ અને કળાની અનોખી ભેટો આપી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએઈ, ઇટાલી સહિત પાંચ દેશોના પ્રવાસ દરમિયાન વૈશ્વિક નેતાઓને ભારતની સંસ્કૃતિ અને કળાની અનોખી ભેટો આપી. ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને ‘મેલોડી ટોફી’, આસામનું મુગા સિલ્ક અને મણિપુરનું શિનરુઈ લિલી સિલ્ક સ્ટોલ ભેટ મળ્યા. ઇટાલીના રાષ્ટ્રપતિ સર્જિયો મેટારેલાને પિએટ્રા ડુરા કળાવાળું માર્બલ બોક્સ અપાયું. UAEના રાષ્ટ્રપતિને કેસર કેરી ભેટ આપી ભારતની કલા, વારસો અને ‘વોકલ ફોર લોકલ’ને વૈશ્વિક ઓળખ અપાઈ. આ ભેટો ભારતની કલા, સંસ્કૃતિ અને સ્વાદની ઓળખ કરાવે છે.
PM મોદીએ પાંચ દેશોના પ્રવાસ દરમિયાન વૈશ્વિક નેતાઓને ભારતની સંસ્કૃતિ અને કળાની અનોખી ભેટો આપી.
પુલવામા હુમલાનો માસ્ટર માઇન્ડ પાકિસ્તાનમાં માર્યો ગયો.
2019 પુલવામા હુમલાના માસ્ટરમાઈન્ડ, જૈશ-એ-મોહમ્મદ કમાન્ડર હમઝા બુરહાનની પાકિસ્તાનના મુઝફ્ફરાબાદમાં તેની ઓફિસમાં અજ્ઞાત હુમલાખોરોએ ગોળી મારી હત્યા કરી દીધી. ISI દ્વારા સુરક્ષા મળવા છતાં, હુમલાખોરો ત્યાં પહોંચી ગયા અને ફાયરિંગ કર્યું, જેનાથી ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થયું. હમઝા, જે મૂળ જમ્મુ-કાશ્મીરનો હતો, ભારતથી ભાગીને પાકિસ્તાનમાં છુપાઈ ગયો હતો અને ત્યાં 'શિક્ષક' તરીકે ઓળખાતો હતો. પુલવામા હુમલા બાદ પણ તે PoKમાં આતંકીઓને ટ્રેનિંગ આપતો હતો અને ગેરકાયદેસર ઘૂસણખોરીનું સંચાલન કરતો હતો.
પુલવામા હુમલાનો માસ્ટર માઇન્ડ પાકિસ્તાનમાં માર્યો ગયો.
Appleએ સાયબર ઠગો પર કર્યો સર્જિકલ સ્ટ્રાઈક, ₹18 હજાર કરોડનું ફ્રોડ ટ્રાન્ઝેક્શન રોક્યું.
Appleએ 2025માં App Store પર 2.22 બિલિયન ડોલર, એટલે કે ₹18 હજાર કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન રોકી લાખો યુઝર્સને બચાવ્યા. છેલ્લા 6 વર્ષમાં 11.2 બિલિયન ડોલરથી વધુના ફ્રોડ ટ્રાન્ઝેક્શન અટકાવ્યા. AI અને હ્યુમન એક્સપર્ટ્સ દ્વારા 91 લાખથી વધુ એપ સબમિશન ચકાસ્યા, 20 લાખથી વધુ રદ કરી. 110 કરોડ નકલી એકાઉન્ટ્સ બનાવવાની કોશિશ નિષ્ફળ બનાવી. 59 હજારથી વધુ છેતરપિંડી કરતી એપ્સ દૂર કરી.
Appleએ સાયબર ઠગો પર કર્યો સર્જિકલ સ્ટ્રાઈક, ₹18 હજાર કરોડનું ફ્રોડ ટ્રાન્ઝેક્શન રોક્યું.
ઈરાન પર હુમલા અંગે નેતન્યાહૂ-ટ્રમ્પ વચ્ચે મતભેદ!
ડોનાલ્ડ ટ્રમ્પ અને બેન્જામિન નેતન્યાહૂ વચ્ચે Iran મુદ્દે વ્યૂહરચનાને લઈને મતભેદ ખુલ્લેઆમ સામે આવ્યા છે. મીડિયા અહેવાલો મુજબ તાજેતરની ફોન વાતચીત દરમિયાન બંને નેતાઓ વચ્ચે ઈરાન પર ફરી સૈન્ય હુમલો કરવો કે રાજનૈતિક ચર્ચા ચાલુ રાખવી તે મુદ્દે ભારે તણાવ જોવા મળ્યો હતો. અહેવાલ અનુસાર નેતન્યાહૂ ઈરાનની સૈન્ય ક્ષમતાને નબળી પાડવા હુમલાના પક્ષમાં છે, જ્યારે વાતચીત પછી તેઓ ખૂબ ગુસ્સામાં અને અસંતોષમાં દેખાયા હતા.
ઈરાન પર હુમલા અંગે નેતન્યાહૂ-ટ્રમ્પ વચ્ચે મતભેદ!
ભરૂચ પાસે 130 મીટર સ્ટીલ સ્પાન લોન્ચ: બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો મોટો પડાવ.
મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટમાં ગુજરાતના ભરૂચ પાસે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર (DFCC) પર 130 મીટર લાંબા સ્ટીલ બ્રિજનું સફળ લોન્ચિંગ થયું. આ 330 મીટર લાંબા બ્રિજનો 230 મીટર ભાગ પૂર્ણ થયો. 100 વર્ષ આયુષ્યવાળા આ બ્રિજનું નિર્માણ 'કાર્બન ફેક્ટરી વર્કશોપ'માં થયું. કાર્યરત ટ્રેક પર પડકારજનક લોન્ચિંગ, ટ્રાફિક જાળવીને, સલામતી અને ચોકસાઈથી થયું. ગુજરાતના 17માંથી 14 સ્ટીલ બ્રિજ પૂર્ણ, પ્રોજેક્ટ ગતિ પકડી રહ્યો છે.
ભરૂચ પાસે 130 મીટર સ્ટીલ સ્પાન લોન્ચ: બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો મોટો પડાવ.
અમદાવાદમાં ટ્રાફિક જામ ઉકેલવા AMC અને Google Mapsનો સ્માર્ટ પ્રોજેક્ટ.
અમદાવાદ મહાનગરપાલિકા (AMC) અને Google Maps દ્વારા AI આધારિત ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. આ પ્રોજેક્ટ કેમેરા વગર Google Mapsના 'લાઇવ ડેટા' નો ઉપયોગ કરીને ટ્રાફિક જામની સમસ્યાનો ઉકેલ લાવશે. AI સિસ્ટમ ટ્રાફિક જામ થતાં જ 'રિયલ ટાઇમ એલર્ટ' મોકલી આપશે, જેનાથી ટ્રાફિકને ડાયવર્ટ કરી શકાશે. SG Highway, Ashram Road જેવા વ્યસ્ત રૂટ્સ પર આ પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે, જે અમદાવાદને 'સ્માર્ટ મોબિલિટી સિટી' બનાવવાની દિશામાં એક મહત્વનું પગલું છે.
અમદાવાદમાં ટ્રાફિક જામ ઉકેલવા AMC અને Google Mapsનો સ્માર્ટ પ્રોજેક્ટ.
વૈશ્વિક ઊર્જા સંકટ: કેનેડાના PMનું સમાધાન સૂચન.
વિશ્વ ઊર્જા સંકટનો સામનો કરી રહ્યું છે, જેમાં પુરવઠાની મર્યાદાઓ અને વધતી કિંમતો મુખ્ય છે. કેનેડાના PM માર્ક કાર્નીએ જણાવ્યું કે કેનેડા તેના કુદરતી સંસાધનો દ્વારા ઉકેલ લાવી શકે છે. તેઓએ ઊર્જા પ્રોજેક્ટ્સની ઝડપી મંજૂરી અને સ્વચ્છ ઊર્જા નીતિઓમાં ફેરફાર જેવા વિકલ્પો સૂચવ્યા. જોકે, બ્રિટિશ કોલંબિયાના પ્રીમિયરનો પર્યાવરણીય ચિંતાઓને કારણે વિરોધ છે. આ મુદ્દે કેનેડામાં રાજકીય તણાવ વધ્યો છે.
વૈશ્વિક ઊર્જા સંકટ: કેનેડાના PMનું સમાધાન સૂચન.
નોર્વેની પત્રકારનો ખુલાસો: મોદીને શા માટે પૂછ્યા સવાલો
નરેન્દ્ર મોદીના નોર્વે પ્રવાસ દરમિયાન સ્થાનિક પત્રકાર Hella Langએ પ્રેસ બ્રિફિંગ બાદ તેમને સવાલ પૂછવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મોદી જવાબ આપ્યા વગર આગળ વધી ગયા હતા. આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવી હતી. બાદમાં હેલા લેંગે કહ્યું કે પત્રકાર તરીકે સવાલ પૂછવું તેમની ફરજ છે, ખાસ કરીને જ્યારે કોઈ શક્તિશાળી દેશનો વડા સંબંધ મજબૂત કરવા આવે. સોશિયલ મીડિયા પર તેમના આ પગલાની પ્રશંસા થઈ રહી છે અને અનેક લોકોએ તેમની હિંમતને બિરદાવી છે.