નેપાળમાં ભયાનક પૂર બાદ 13મા દિવસે રાષ્ટ્રીય શોક
નેપાળમાં ભયાનક પૂર બાદ 13મા દિવસે રાષ્ટ્રીય શોક
Published on: 07th September, 2026

નેપાળમાં 26 ઑગસ્ટે આવેલા ભયાનક ફ્લેશ ફ્લડને 13 દિવસ પૂર્ણ થયા છે, જેના પગલે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આ હોનારતમાં અત્યાર સુધીમાં 1340થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે આશરે 5,000 લોકો હજુ પણ ગુમ છે, જેમાં 589 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. સરકારી કચેરીઓ અને વિદેશમાં આવેલા નેપાળી દૂતાવાસ પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે. બચાવ કામગીરી માટે વિદેશી નિષ્ણાત ટીમો કાર્યરત છે.