કોંગોમાં લગ્ન સમારોહમાં ભીષણ આગ, 22 લોકોના મોત
કોંગોમાં લગ્ન સમારોહમાં ભીષણ આગ, 22 લોકોના મોત
Published on: 06th September, 2026

મધ્ય આફ્રિકાના કોંગો દેશની રાજધાની કિંશાસામાં લગ્ન સમારોહ દરમિયાન ભીષણ આગ લાગી હતી, જેમાં 22 લોકો જીવતા ભળી ગયા હતા. આગ એટલી ઝડપથી ફેલાઈ કે લોકોને બચવાનો કોઈ મોકો મળ્યો નહીં. શુક્રવારે રાત્રે યોજાયેલી પાર્ટીમાં અનેક મહેમાનો હાજર હતા. ઇમારતના ગેટ પણ સાંકડા હોવાથી ઘણા લોકો ફસાઈ ગયા હતા. મૃત્યુઆંક વધવાની આશંકા છે. કોંગોના નાયબ વડાપ્રધાને આ દુર્ઘટનાને હોનારત જાહેર કરી છે.