ગ્રીસ એર શોમાં કરતબ બતાવતું F-4 ફાઈટર જેટ તૂટી પડ્યું
ગ્રીસ એર શોમાં કરતબ બતાવતું F-4 ફાઈટર જેટ તૂટી પડ્યું
Published on: 06th September, 2026

ગ્રીસના તાનાગ્રા એર બેઝ પર 'એથન્સ ફ્લાઇંગ વીક' એર શો દરમિયાન એક F-4 ફેન્ટમ ફાઈટર જેટ કરતબ બતાવતી વખતે દર્શકોની સામે જ ક્રેશ થયું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર બંને પાઈલટનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. વિમાન નીચે પડ્યા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી, જેને બુઝાવવા માટે અગ્નિશામકો અને પાણી છાંટતા વિમાનોની મદદ લેવામાં આવી. સુરક્ષા કારણોસર લોકોને તાત્કાલિક વિસ્તાર ખાલી કરવા જણાવાયું. આ દુર્ઘટના બાદ એર શોના બાકીના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા.