રાજકોટ સિવિલમાં લાશોની અદલાબદલી
રાજકોટ સિવિલમાં લાશોની અદલાબદલી
Published on: 03rd October, 2026

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજમાંથી લાશોની અદલાબદલી જેવી ગંભીર બેદરકારી બાદ પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ઘટનાના બીજા દિવસે પણ કોઈ જવાબદાર વ્યક્તિ સામે પગલાં લેવાને બદલે માત્ર તપાસ સમિતિ રચાઈ છે. ભવિષ્યમાં આવી ભૂલો ન થાય તે માટે મૃતદેહની સોંપણી મેડિકલ ઓફ્સિર હસ્તક થશે તેવા નિવેદનો છતાં, કોલ્ડ સ્ટોરેજ ખાતે કોઈ મેડિકલ ઓફ્સિર હાજર નહોતા. જુનિયર કર્મચારીઓના ભરોસે વ્યવસ્થા ચાલતી જોવા મળી. પ્રાથમિક SOPsનું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે.