રાજકોટનો લોઠડા-સરધાર 16 કિ.મી. રોડની હાલત અત્યંત ખરાબ
રાજકોટનો લોઠડા-સરધાર 16 કિ.મી. રોડની હાલત અત્યંત ખરાબ
Published on: 03rd October, 2026

રાજકોટ તાલુકાના લોઠડાથી સરધારને જોડતો 16 કિલોમીટરનો ડામર રોડ અત્યંત બિસ્માર હાલતમાં છે. ત્રણ વર્ષ પહેલા બનેલો આ રોડ ગુણવત્તાવિહીન હોવાનું જણાઈ રહ્યું છે, કારણ કે તેનો ડામર હાથ લગાવતા જ સરળતાથી ઉખડી રહ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં જોવા મળે છે કે રોડ પર જાણે કે ડામર ઓછો અને કાંકરા વધુ વપરાયા છે. ચાર ગામોને જોડતા આ વ્યસ્ત રોડની ખરાબ સ્થિતિ અંગે અનેક રજૂઆતો છતાં અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પગલાં ન લેવાતાં ગ્રામજનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.