વિયેતનામના રેલ ટ્રેક પર 'છૈયા છૈયા' ગીત પર ભારતીયોનું અનોખું ડાન્સ પર્ફોર્મન્સ.
વિયેતનામના રેલ ટ્રેક પર 'છૈયા છૈયા' ગીત પર ભારતીયોનું અનોખું ડાન્સ પર્ફોર્મન્સ.
Published on: 07th June, 2026

વિયેતનામના હાનોઈ શહેરમાં, એક ભારતીય પ્રવાસી જૂથ રેલવે ટ્રેક પર 'દિલ સે' ફિલ્મના પ્રખ્યાત ગીત 'છૈયા છૈયા' પર ડાન્સ કરતા જોવા મળ્યા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પ્રવાસીઓએ ફિલ્મના ગીતની જેમ જ ટ્રેક પર મસ્તી કરતા, જોરથી ગીત ગાતા અને તાળીઓ પાડતા જોવા મળ્યા. આ કૃત્યથી સ્થાનિક વિસ્તારની શાંતિ ભંગ થઈ હતી અને આસપાસના લોકો પરેશાન થયા હતા. આ ઘટનાએ ફરી એકવાર વિદેશમાં ભારતીય પ્રવાસીઓના વર્તન પર પ્રશ્નો ઉભા કર્યા છે.