ENG vs NZ 2nd Test: નાઈટક્લબ વિવાદ બાદ બેન સ્ટોક્સ ટીમમાંથી બહાર
ENG vs NZ 2nd Test: નાઈટક્લબ વિવાદ બાદ બેન સ્ટોક્સ ટીમમાંથી બહાર
Published on: 11th June, 2026

ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ પહેલાં ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમમાં મોટો વિવાદ સર્જાયો છે. કેપ્ટન બેન સ્ટોક્સ અને ફાસ્ટ બોલર ગુસ એટકિન્સનને અનુશાસનહીનતા અને ટીમ પ્રોટોકોલના ભંગ બદલ આગામી ટેસ્ટમાંથી બહાર કરાયા છે. આ કારણે ભૂતપૂર્વ કેપ્ટન જો રૂટને વચગાળાના કેપ્ટન બનાવવામાં આવ્યા છે. આ ઘટના લોર્ડ્સમાં પ્રથમ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામેની જીત બાદ બની, જેમાં સ્ટોક્સ અને એટકિન્સન લંડન નાઇટક્લબમાં ઝઘડામાં સામેલ હતા. ECB એ તપાસ શરૂ કરી છે અને ત્યાં સુધી બંને ખેલાડીઓને પસંદગી માટે અનુપલબ્ધ જાહેર કરાયા છે.