ચીનમાં 'રહસ્યમય' વિસ્ફોટ: 7ના મોત, 17થી વધુ ઘાયલ, તંત્રમાં દોડધામ
ચીનમાં 'રહસ્યમય' વિસ્ફોટ: 7ના મોત, 17થી વધુ ઘાયલ, તંત્રમાં દોડધામ
Published on: 11th June, 2026

ચીનના ગુઆંગ્શી (Guangxi) પ્રાંતના શિંગઆન કાઉન્ટીમાં આજે વહેલી સવારે એક ભયાનક બ્લાસ્ટ થયો, જેમાં 7 લોકોના મોત થયા અને 17થી વધુ ગંભીર રીતે ઘાયલ થયા. આ જોરદાર ધમાકાના કારણે આસપાસની ઇમારતોને ભારે નુકસાન થયું અને લોકોમાં ગભરાટ ફેલાયો. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કમાન્ડ સેન્ટર ઊભું કરીને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી. કાટમાળમાંથી 17 ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જેઓની સ્થિતિ સ્થિર છે. ગેસ પાઇપલાઇન લીકેજની આશંકા નકારી કાઢવામાં આવી છે, અને વિસ્ફોટનું અસલી કારણ હજુ પણ રહસ્યમય છે.