ચીનમાં જિનપિંગ સાથે કામ કરતાં બે પૂર્વ સંરક્ષણ મંત્રીને ફાંસીની સજા, લાંચ લેવાનો હતો આરોપ
ચીનમાં જિનપિંગ સાથે કામ કરતાં બે પૂર્વ સંરક્ષણ મંત્રીને ફાંસીની સજા, લાંચ લેવાનો હતો આરોપ
Published on: 08th May, 2026

ચીનના બે સંરક્ષણ પ્રધાન વી ફેધે અને લી શાંગફૂને ગુરુવારે ભ્રષ્ટાચારના આરોપમાં બે વર્ષની રાહતની સાથે મોતની સજા  ફટકારવામા આવી છે. ફેંઘે અને તેના પછી સંરક્ષણ પ્રધાન બનેલા શાંગફૂને 2024માં શાસક પક્ષ કમ્યુનિસ્ટ પાર્ટીમાથી હાંકી કાઢવામાં આવ્યા હતા. બંનેએ પ્રમુખ જિનપિંગના હાથ નીચે કામ કર્યુ હતુ. વી ફેંઘે 2018થી 2023 સંરક્ષણ પ્રધાન રહ્યા હતા. તેના પછી શાગફૂએ તેમના ઉત્તરાધિકારી તરીકે કાર્યભાર સંભાળ્યો.