રશિયાના ઉર્જા મથકો પર યુક્રેનનો 300 ડ્રોનથી ભીષણ હુમલો
રશિયાના ઉર્જા મથકો પર યુક્રેનનો 300 ડ્રોનથી ભીષણ હુમલો
Published on: 01st June, 2026

રશિયાએ યુક્રેનની રિફાઈનરીને નિશાન બનાવીક્રેમલિનનાં કબજાવાળા એક મુખ્ય પરમાણુ સંયત્ર પર હુમલો કરાયાનાં રશિયાનાં દાવાને યુક્રેને ફગાવ્યોમોસ્કો: યુક્રેને રાતે રશિયાનાં ઉર્જા સ્થળોને નિશાન બનાવી હુમલા કર્યા હતાં તેમ રશિયન અધિકારીઓ અને મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. બીજી તરફ યુક્રેને રશિયાનાં એ દાવાઓને ફગાવી દીધા છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે યુક્રેનનાં ડ્રોને ક્રેમલિનનાં કબજાવાળા એક મુખ્ય પરમાણુ સંયત્ર પર હુમલો કર્યો હતો. યુક્રેનનાં એરફોર્સનાં જણાવ્યા અનુસાર તેણે રશિયા દ્વારા સમગ્ર રાતમાં છોડવામાં આવેલા ૨૯૯ ડ્રોનમાંથી ૨૧૨ ડ્રોનને તોડી પાડયા હતાં.