ભારત અને નેપાળે એકબીજાની જમીન પર કબજો કર્યો છે: બાલેન શાહ
ભારત અને નેપાળે એકબીજાની જમીન પર કબજો કર્યો છે: બાલેન શાહ
Published on: 01st June, 2026

નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહે રવિવારે જણાવ્યું કે એમના દેશે ભારતીય પ્રદેશોમાં કરેલા 'દબાણ' વિષે પોતે વાકેફ છે.એમણે દીર્ઘકાલીન સરહદ વિવાદ વિષેના પ્રશ્નોના સંસદમાં જવાબ આપતા આમ જણાવીને ઉમેર્યું કે બંને દેશો પ્રશ્નના ઉકેલ માટે ઈતિહાસવિદો, સર્વેયરો અને નિષ્ણાતોની સહાય લેવા સંમત થયા છે. નેપાળે આ બાબતે ચીન તથા ઈંગ્લેન્ડ સાથે પણ રાજદ્વારી ચર્ચા કરી છે.