યુક્રેનનો સૌથી મોટો ડ્રોન હુમલો, રશિયાએ ભારતીય અબજોપતિની ફેક્ટરી પર મિસાઈલ ઝીંકી
યુક્રેનનો સૌથી મોટો ડ્રોન હુમલો, રશિયાએ ભારતીય અબજોપતિની ફેક્ટરી પર મિસાઈલ ઝીંકી
Published on: 17th August, 2026

ચાર વર્ષથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધમાં રવિવારે સંઘર્ષે હિંસક વળાંક લીધો. યુક્રેન દ્વારા રશિયા પર સૌથી મોટા ડ્રોન હુમલાના જવાબમાં, રશિયાએ યુક્રેનિયન વિસ્તારોમાં ભારે તબાહી મચાવી. આ જવાબી મિસાઈલ હુમલામાં ભારતીય અબજોપતિ લક્ષ્મી મિત્તલના 'આર્સેલર મિત્તલ ક્રિવી રિહ' પ્લાન્ટને મોટું નુકસાન પહોંચ્યું છે, જેના કારણે કામકાજ આંશિક રીતે સ્થગિત કરી દેવાયું છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે 822 યુક્રેનિયન ડ્રોન નષ્ટ કરવાનો દાવો કર્યો છે, જ્યારે મોસ્કોમાં લગભગ 600 ડ્રોન આવ્યા હતા.