608 ખેડૂતોના પેન્ડિંગ દાવા પર મોટો ફેંસલો, કઈ કલમ હેઠળ રોકશો ખેડાણ?
608 ખેડૂતોના પેન્ડિંગ દાવા પર મોટો ફેંસલો, કઈ કલમ હેઠળ રોકશો ખેડાણ?
Published on: 07th September, 2026

નર્મદા જિલ્લામાં જંગલ જમીન પર ખેડાણને લઈને ગ્રામજનો અને વન વિભાગ વચ્ચે તીખી તકરાર થઈ. આદિવાસી ખેડૂતોને જમીન ખેડતા રોકતા મામલો ગરમાયો, અને કોંગ્રેસ, આપ, ભાજપના નેતાઓ ઘટનાસ્થળે પહોંચ્યા. ગ્રામ આગેવાને વન વિભાગના ACF ગૌરવ લોઢાને કઈ કલમ હેઠળ રોકવામાં આવે છે તેવો પ્રશ્ન પૂછ્યો. સંદીપ માંગરોલાની મધ્યસ્થી બાદ વન અધિકારીએ વહીવટી પ્રક્રિયા માટે સોમવાર સુધીનો સમય માંગ્યો. સોમવારે 608 ખેડૂતોના દાવા અરજીઓ પર સ્પષ્ટતા થશે, અને જો દાવા પેન્ડિંગ હશે તો ખેડૂતોને રોકી શકાશે નહીં.