ગોધરાના વેગનપુર માઇનોર કેનાલમાં પાણી ન આવતાં 100 હેક્ટરમાં ડાંગર-સોયાબીન પાકને ખતરો
ગોધરાના વેગનપુર માઇનોર કેનાલમાં પાણી ન આવતાં 100 હેક્ટરમાં ડાંગર-સોયાબીન પાકને ખતરો
Published on: 07th September, 2026

વેગનપુર અને આસપાસના 20 ગામોના ખેડૂતો દુષ્કાળ જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. પાનમ કેનાલની માઇનોર-31 કેનાલમાં અનિયમિત પાણી પુરવઠાને કારણે લગભગ 100 હેક્ટરથી વધુ જમીનમાં વાવેલા ડાંગર અને સોયાબીનનો પાક સુકાઈ રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે સિંચાઈ વિભાગના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સંતોષકારક કાર્યવાહી થઈ રહી નથી. જો તાત્કાલિક કેનાલમાં પાણી પુરવઠો કાર્યરત કરવામાં નહીં આવે, તો ખેડૂતો પાયમાલ થઈ જશે. સિંચાઈ વિભાગના અધિકારીઓ જણાવે છે કે પાણી વિલંબથી પહોંચી રહ્યું છે, પરંતુ ટૂંક સમયમાં છેવાડા સુધી પાણી પહોંચી જશે.