પોરબંદર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ખેડૂતોની કલેક્ટરને રજૂઆત
પોરબંદર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ખેડૂતોની કલેક્ટરને રજૂઆત
Published on: 12th August, 2026

પોરબંદર જિલ્લામાં 5 ઈંચથી ઓછો વરસાદ થતાં મગફળી સહિતના પાકો નિષ્ફળ જવાની ભીતિને પગલે ખેડૂતો અને પશુપાલકો આર્થિક સંકટમાં મુકાયા છે. ખેડૂતોએ કલેક્ટરને પોરબંદર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા, પાક ધિરાણ લોન માફ કરવા, આગામી વાવણી માટે બિયારણમાં સહાય આપવા અને પશુપાલકો માટે તાત્કાલિક ઘાસચારાની વ્યવસ્થા કરવા માંગ કરી છે. વીઘાદીઠ રૂ. 6,000 થી વધુનો ખર્ચ છતાં ઉત્પાદન મળવાની શક્યતા નહિવત છે, તેથી સરકારે તાત્કાલિક સર્વે કરાવી રાહત પેકેજ જાહેર કરવું જરૂરી છે.