માછીમારોની મુશ્કેલી: બંદર પર રેતીના રણમાં કમાણી શોધવા મજબૂર
માછીમારોની મુશ્કેલી: બંદર પર રેતીના રણમાં કમાણી શોધવા મજબૂર
Published on: 18th August, 2026

નવી સિઝનમાં માછીમારોએ આશા સાથે દરિયો ખેડવાનું શરૂ કર્યું છે, પરંતુ અસમાવતી ઘાટ પર ડ્રેજિંગના અભાવે બંદર રેતીના રણમાં ફેરવાઈ ગયું છે. આના કારણે દરિયાઈ ચેનલ સાંકડી અને છીછરી બનતાં, માછીમારોને માત્ર ભરતી સમયે જ બોટ ચલાવવાની ફરજ પડે છે. ઓટ સમયે કરોડોની બોટો રેતીના ટેકરા પર ફસાવાનો ભય રહે છે. માછીમાર આગેવાનોની રજૂઆતો છતાં તંત્રની બેદરકારીને કારણે માછીમારો લાચાર બન્યા છે.