ઈડર ધારાસભ્યએ મુખ્યમંત્રીને કરી નવી ખાતર વિતરણ વ્યવસ્થા સામે રજૂઆત
ઈડર ધારાસભ્યએ મુખ્યમંત્રીને કરી નવી ખાતર વિતરણ વ્યવસ્થા સામે રજૂઆત
Published on: 18th July, 2026

કેન્દ્ર સરકારની નવી નેશનલ ફર્ટીલાઇઝર સેલ ફ્રેમવર્ક હેઠળ રાસાયણિક ખાતરના 100 ટકા વિતરણની અમલી પ્રણાલી સામે ઈડરના ખેડૂતોને નોંધણી અને ખરીદીમાં પડતી મુશ્કેલીઓના પગલે, ઈડર ધારાસભ્ય રમણ વોરાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે. સાબરકાંઠા જિલ્લામાં પ્રાયોગીક ધોરણે અમલમાં મૂકાયેલી આ ડિજિટલ આધારિત નવી વ્યવસ્થાથી ખેડૂતો પરેશાન છે. અગાઉના ડાર્કઝોન અને ચાલુ વર્ષના ઓછા વરસાદના કારણે પહેલેથી જ નુકસાન સહન કરી રહેલા ખેડૂતો માટે આ નવી પ્રણાલી વધુ મુશ્કેલી ઊભી કરી રહી છે. ખેડૂતોએ 21 પ્રશ્નો રજૂ કર્યા છે.