મોરબીમાં રાસાયણિક ખાતર વગર દેશી ઓર્ગેનિક શાકભાજી ઉગાડવાની તાલીમ
મોરબીમાં રાસાયણિક ખાતર વગર દેશી ઓર્ગેનિક શાકભાજી ઉગાડવાની તાલીમ
Published on: 22nd August, 2026

મોરબીની એમ.પી. શેઠ ગર્લ્સ હાઈસ્કૂલમાં લગભગ 400 વિદ્યાર્થિનીઓને કિચન ગાર્ડનની તાલીમ આપવામાં આવી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય વધતા જંતુનાશકો અને રાસાયણિક ખાતરોના ઉપયોગ વચ્ચે સ્વચ્છ, દેશી અને ઓર્ગેનિક શાકભાજીનું મહત્વ સમજાવવાનો હતો. વિદ્યાર્થિનીઓને ઘરે શાકભાજી ઉગાડવાની પદ્ધતિ અને પ્રેક્ટિકલ જ્ઞાન અપાયું. પર્યાવરણ પ્રેમી પ્રાણજીવન કાલરિયા દ્વારા કિચન ગાર્ડન માટે યોગ્ય સ્થળ, સાધનો, માટી, બીજ અને પાણીના ઉપયોગ અંગે સમજ અપાઈ. દરેક વિદ્યાર્થિનીને દેશી પાલકના બીજનું પેકેટ વિનામૂલ્યે અપાયું.