અંકલેશ્વર નજીક અવાદર ગામના ફાર્મમાં દીપડાનો આતંક.
અંકલેશ્વર નજીક અવાદર ગામના ફાર્મમાં દીપડાનો આતંક.
Published on: 19th May, 2026

અંકલેશ્વર નજીક અવાદર ગામમાં ફરી દીપડાનો આતંક જોવા મળ્યો છે. ગામના એક ડેરી ફાર્મમાં ઘૂસી દીપડાએ વાછરડાનું મારણ કર્યું, જેના પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ છે. આ ઘટના સાથે જ આ વિસ્તારમાં દીપડા દ્વારા પશુઓ પર હુમલાની બીજી મોટી ઘટના બની છે. વન વિભાગે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે અને દીપડાને પકડવા માટે પાંજરૂ ગોઠવ્યું છે.