અલીદ્રા ગામે સમતોલ ખાતર ઉપયોગ માટે નિગરાની સમિતિની બેઠક.
અલીદ્રા ગામે સમતોલ ખાતર ઉપયોગ માટે નિગરાની સમિતિની બેઠક.
Published on: 17th May, 2026

ગીર સોમનાથનાં ગામોમાં 16 મેથી 15 જૂન સુધી સમિતિની બેઠક યોજાશે. આલીદ્રા ગામે ખેતી અધિકારી દ્વારા જમીન તંદુરસ્તી, પાક ઉત્પાદન વધારવા, ખાતરના સંતુલિત ઉપયોગ, પ્રાકૃતિક ખેતી, જમીન વ્યવસ્થા અંગે ચર્ચા કરાઈ. ગ્રામ પંચાયત, ગ્રામ સેવક, તલાટી, પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, આત્મા પ્રોજેક્ટના પ્રતિનિધિઓ હાજર રહ્યા. રાસાયણિક ખાતરનો સંતુલિત ઉપયોગ, જમીન પરીક્ષણ આધારિત ઉપયોગ, નેનો યુરિયા, ડીએપી, જૈવિક અને સજીવ ખાતરો, પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ લાવવા પ્રયાસો નક્કી કરાયા.