નર્મદામાં ખોપી જંગલ જમીન મુદ્દે ખેડૂતોના ધરણાં પ્રદર્શન ચોથા દિવસે પણ ચાલુ
નર્મદામાં ખોપી જંગલ જમીન મુદ્દે ખેડૂતોના ધરણાં પ્રદર્શન ચોથા દિવસે પણ ચાલુ
Published on: 12th August, 2026

સાગબારા તાલુકાના ખોપી, હલ, પાડી સહિત ૧૨ ગામના ખેડૂતો જંગલ જમીન હક્ક મુદ્દે સંઘર્ષ કરી રહ્યા છે. તેમના ધરણાં પ્રદર્શન ચોથા દિવસે પણ યથાવત્ છે. છેલ્લા એક માસથી આંદોલન ચાલી રહ્યું છે. ખેડૂતો જંગલ જમીન મુદ્દે છેવટ સુધી લડવા કટિબદ્ધ છે. તા.૧૧ના રોજ નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ ધરણામાં જોડાયા હતા અને સમર્થન આપ્યું હતું. સંસદસત્ર પૂર્ણ થયા બાદ સાંસદ મનસુખ વસાવા પણ જોડાશે.