બોડેલી APMC ખાતે PM કિસાન ઉત્સવ દિવસની ભવ્ય ઉજવણી, ખેડૂતોને મળ્યા લાભ
બોડેલી APMC ખાતે PM કિસાન ઉત્સવ દિવસની ભવ્ય ઉજવણી, ખેડૂતોને મળ્યા લાભ
Published on: 22nd June, 2026

બોડેલી APMC ખાતે જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને PM કિસાન ઉત્સવ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ, જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 23મો હપ્તો દેશના 9.44 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં DBT માધ્યમથી જમા કરાયો. છોટાઉદેપુર જિલ્લાના 1,03,264 ખેડૂતોના ખાતામાં રૂા. 20.64 કરોડ સીધા જમા થયા. લાભાર્થી ખેડૂતોને સરકારની વિવિધ યોજનાના મંજૂરીપત્રો એનાયત કરાયા. અનેક મહાનુભાવો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા.