ભરૂચમાં ST કર્મચારીઓને ડીઝલ બચત અંગે માર્ગદર્શન અપાયું.
ભરૂચમાં ST કર્મચારીઓને ડીઝલ બચત અંગે માર્ગદર્શન અપાયું.
Published on: 19th May, 2026

વડાપ્રધાનના આહવાન બાદ ગુજરાત ST નિગમ ઇંધણ બચત માટે સક્રિય થયું છે. ભરૂચ ST વિભાગે ઊર્જા અને ડીઝલ બચત માટે તૈયારીઓ શરૂ કરી છે. ડ્રાઇવરોને વાહનનો વિવેકપૂર્ણ ઉપયોગ, યોગ્ય ડ્રાઇવિંગ પદ્ધતિ અને એવરેજ સુધારી ડીઝલ બચાવવા માર્ગદર્શન અપાયું. ભરૂચ ડેપો ખાતે 'ઓપન હાઉસ' યોજી કર્મચારીઓને ઊર્જા બચતનું મહત્વ સમજાવવામાં આવ્યું. આ ઝુંબેશથી રૂટ કે ટ્રિપો પર અસર નહીં થાય.