અભિનેત્રી અનન્યા રાજનું ૩૫ વર્ષની વયે નિધન
અભિનેત્રી અનન્યા રાજનું ૩૫ વર્ષની વયે નિધન
Published on: 18th August, 2026

બોલીવૂડ અને પ્રાદેશિક સિનેમાની પ્રતિભાશાળી અભિનેત્રી અનન્યા રાજનું ૩૫ વર્ષની વયે ૧૫ જુલાઈએ વહેલી સવારે ઊંઘમાં નિધન થયું. તેના પરિવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ દુઃખદ સમાચારની પુષ્ટી કરી. અનન્યા '૭ અવર્સ ટુ ગો' (૨૦૧૬), 'ધી ફાઈનલ એક્ઝિટ' (૨૦૧૭) જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. પરિવારના જણાવ્યા મુજબ, તે લાંબા સમયથી શારીરિક અને માનસિક સમસ્યાઓ સામે લડી રહી હતી, પરંતુ તેણે મક્કમતાથી સામનો કર્યો. તેના નિધનના સમાચારથી ફિલ્મી જગત અને તેના પ્રશંસકોમાં શોક છવાયો છે.