અભિનેત્રી નેહલના દાવા પર અભિનેતા કરણ જોષીનો ખુલાસો!
અભિનેત્રી નેહલના દાવા પર અભિનેતા કરણ જોષીનો ખુલાસો!
Published on: 19th May, 2026

ગુજરાતી ફિલ્મ લાલોને લઈને અભિનેત્રી નેહલ વડોલિયા અને અભિનેતા કરણ જોષી વચ્ચેનો વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે. નેહલે કરણ જોષી પર ઇન્સ્ટાગ્રામ પર અભદ્ર મેસેજ મોકલવાના આરોપ લગાવ્યા હતા, જ્યારે કરણે દાવો કર્યો કે પાંચ મહિના પહેલા તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થયું હતું. કરણ મુજબ હેકિંગ દરમિયાન અનેક લોકોને આવા મેસેજ મોકલાયા હતા. બીજી તરફ નેહલે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને કહ્યું કે મામલો દબાવવાનો પ્રયાસ થયો હતો. આ વિવાદ બાદ સોશિયલ મીડિયા અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભારે ચર્ચા અને વિવાદ સર્જાયો છે.