'કેપ્ટન ઇન્ડિયા'માં પાર્વતી થિરૂવોથુની એન્ટ્રી, કાર્તિક આર્યન સાથે જોવા મળશે
'કેપ્ટન ઇન્ડિયા'માં પાર્વતી થિરૂવોથુની એન્ટ્રી, કાર્તિક આર્યન સાથે જોવા મળશે
Published on: 18th August, 2026

હરમન બાવેજા લિખિત અને નિર્મિત ફિલ્મ 'કેપ્ટન ઇન્ડિયા'માં સાઉથની જાણીતી હિરોઇન પાર્વતી થિરૂવોથુની એન્ટ્રી થઇ છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં છે અને મનીષ ચૌધરી પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. 'કેપ્ટન ઇન્ડિયા'નું નિર્દેશન શિમિત અમીન કરી રહ્યા છે, જેઓ 'ચક દે ઇન્ડિયા' જેવી સફળ ફિલ્મોનું નિર્દેશન કરી ચૂક્યા છે. પાર્વતી થિરૂવોથુ આ ફિલ્મ દ્વારા હિન્દી સિનેમામાં પોતાની હાજરી નોંધાવી રહી છે.