વાઘોડિયા-હાલોલ GIDC સહિત 2300 ઔદ્યોગિક એકમોને ફાયદો
વાઘોડિયા-હાલોલ GIDC સહિત 2300 ઔદ્યોગિક એકમોને ફાયદો
Published on: 30th May, 2026

ચાંપાનેરને કોમર્શિયલ રેલવે હબ તરીકે વિકસાવવા માટે વડોદરા ડિવિઝન દ્વારા ₹35 કરોડના ખર્ચે રેલવે સ્ટેશનના આધુનિકીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન હેઠળ હાલોલ, વાઘોડિયા, કાલોલ GIDC અને શિવરાજપુરના આશરે 2300 ઔદ્યોગિક એકમોને મલ્ટી-મોડલ કનેક્ટિવિટીનો લાભ મળશે. માલસામાનની રેલવે મારફતે હેરફેર વધારવા માટે 720 મીટર લાંબા નવા પ્લેટફોર્મનું નિર્માણ થઈ રહ્યું છે. ચાંપાનેર સ્ટેશનની નૂરભાડા આવકમાં એક વર્ષમાં 162%નો વધારો નોંધાયો છે. રેલવે દ્વારા માલ પરિવહન થવાથી કાર્બન ઉત્સર્જનમાં અંદાજે 70% ઘટાડો થતો હોવાથી ગ્રીન લોજિસ્ટિક્સને પણ પ્રોત્સાહન મળશે.