ફર્નિચર સહિતના સામાનની તોડફોડ કરીને મંદિરમાથી ચોરી કરી.
ફર્નિચર સહિતના સામાનની તોડફોડ કરીને મંદિરમાથી ચોરી કરી.
Published on: 30th May, 2026

ગાંધીનગરના શેરથા ગામમાં બેંક હરાજી દ્વારા વેચાયેલા મકાનમાં અગાઉના માલિકે ગેરકાયદેસર પ્રવેશ કરીને તોડફોડ અને ચોરી કર્યાનો મામલો સામે આવ્યો છે. પ્રોપર્ટી વ્યવસાયી કૃણાલ ઠાકરે માર્ચ 2026માં આ મકાન કાયદેસર રીતે ખરીદ્યું હતું, જે બેંકે લોનના હપ્તા ન ભરાતા હરાજી કર્યું હતું. મકાન પર પહોંચતાં તેમને ઘરમાં ફર્નિચર, રસોડું, સીડી સહિતના ભાગોમાં ભારે તોડફોડ થયેલી જોવા મળી હતી અને મંદિરમાં રાખેલા ₹5,100 પણ ગાયબ હતા. પડોશીઓના જણાવ્યા મુજબ, પૂર્વ માલિક ભરતભાઈ સુથારે જ આ નુકસાન કર્યું હતું. સમગ્ર મામલે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.