જામનગર-રાજકોટ હાઈવે પર ગેસ ટેન્કરની કેબિનમાં આગ.
જામનગર-રાજકોટ હાઈવે પર ગેસ ટેન્કરની કેબિનમાં આગ.
Published on: 30th May, 2026

જામનગર-રાજકોટ હાઈવે પર ધ્રોળ નજીક લૈયારા ગામ પાસે એલપીજી ગેસ ભરેલા ટેન્કરની કેબિનમાં અચાનક આગ લાગતાં ભારે અફરાતફરી મચી હતી. ટેન્કર ચાલકે સમયસર વાહનમાંથી બહાર નીકળી જતાં તેનો જીવ બચી ગયો હતો. ગેસ ભરેલું ટેન્કર હોવાથી મોટા વિસ્ફોટની આશંકા વચ્ચે પોલીસે વિસ્તાર ખાલી કરાવી વાહન વ્યવહાર બંધ કર્યો હતો. ફાયર બ્રિગેડે તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ મેળવતા આગ ટેન્કરમાં રહેલા ગેસ સુધી પહોંચી નહોતી અને મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાને કારણે હાઈવે પર બંને તરફ આશરે 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. દોઢ કલાકની કામગીરી બાદ પરિસ્થિતિ સામાન્ય બની અને વાહનવ્યવહાર ફરી શરૂ કરવામાં આવ્યો.