વેરાવળ શહેરના ભાલકા સોસાયટીમાં મકાનમાં આગ.
વેરાવળ શહેરના ભાલકા સોસાયટીમાં મકાનમાં આગ.
Published on: 30th May, 2026

વેરાવળના ભાલકા વિસ્તારમાં આવેલી સાઇનાથ સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. રસોઈ દરમિયાન લાગેલી આગ ઘરમાં સંગ્રહિત સૂકા બળતણના કારણે ઝડપથી ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ઝડપી કામગીરી કરીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગમાં ઘરનું ફર્નિચર, ઘરવખરી અને અન્ય સામાન બળીને ખાખ થઈ ગયો, જેના કારણે પરિવારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. ફાયર વિભાગની સતર્ક કામગીરીથી આગ નજીકના મકાનો સુધી ફેલાતી અટકી અને મોટી દુર્ઘટના ટળી ગઈ.