ભરૂચના ઝાડેશ્વર ચોકડી નજીક હાઈવા ટ્રકમાં આગ.
ભરૂચના ઝાડેશ્વર ચોકડી નજીક હાઈવા ટ્રકમાં આગ.
Published on: 30th May, 2026

ભરૂચના ઝાડેશ્વર ચોકડી વિસ્તારમાં એક હાઈવા ટ્રકમાં અચાનક આગ લાગતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટ્રક ચાલકે સમયસર વાહનમાંથી બહાર નીકળી જતાં તેનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ આગના કારણે વિસ્તારમાં થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો.