ખાંડ, ડુંગળી બાદ લીંબુના ભાવમાં ભડકો!
ખાંડ, ડુંગળી બાદ લીંબુના ભાવમાં ભડકો!
Published on: 09th September, 2026

અમદાવાદ શહેરમાં ખાંડ, ડુંગળી અને ખાદ્યતેલ બાદ હવે લીંબુના ભાવમાં પણ અસાધારણ વધારો જોવા મળ્યો છે. એક પખવાડિયા પહેલાં જે લીંબુ 120 રૂપિયા પ્રતિ કિલો મળતા હતા, તે હવે 240 થી 260 રૂપિયા સુધી પહોંચી ગયા છે. ચોમાસામાં ભાવવધારો સામાન્ય રીતે જોવા મળતો નથી, પરંતુ આ વખતે આશ્ચર્યજનક રીતે ભાવ બમણા થઈ ગયા છે. સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડમાં જથ્થાબંધ ભાવ 80 થી 160 રૂપિયા પ્રતિ કિલો થયો છે, જેની આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.