મિત્રની કાર બેફામ હંકારી લોકોનો જીવ જોખમમાં મૂકનાર યુવકને પોલીસે ઝડપી પાડ્યો
મિત્રની કાર બેફામ હંકારી લોકોનો જીવ જોખમમાં મૂકનાર યુવકને પોલીસે ઝડપી પાડ્યો
Published on: 09th September, 2026

વડોદરાના અકોટા વિસ્તારમાં ગઈ મોડી રાત્રે એક 19 વર્ષીય યુવકે તેના મિત્રની કાર બેફામ રીતે હંકારી લોકોને જોખમમાં મૂક્યા હતા. અકોટા ચાર રસ્તા પાસે કાર ડિવાઇડર પર ચડી જતાં લોકો ભેગા થયા હતા અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી યુવકની અટકાયત કરી હતી. પૂછપરછમાં તેનું નામ મૌલિક જયંતીભાઈ દરજી, અમદાવાદના રહેવાસી હોવાનું ખુલ્યું. પોલીસે કાર કબજે લઇ લોકોની જિંદગી જોખમાય તે રીતે વાહન ચલાવવા બદલ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.