કોમ્પ્રેસરની આયાત પર પ્રતિબંધથી કૂલિંગ ઉપકરણોની તીવ્ર અછત સર્જાશે
કોમ્પ્રેસરની આયાત પર પ્રતિબંધથી કૂલિંગ ઉપકરણોની તીવ્ર અછત સર્જાશે
Published on: 20th May, 2026

અમદાવાદ : ભારતીય ગ્રાહકોને ઉનાળાની ગરમીમાં એસી અને રેફ્રિજરેટરની અછતનો સામનો કરવો પડી શકે છે. એર કંડિશનર અને રેફ્રિજરેટરના સૌથી મહત્વપૂર્ણ ઘટક કોમ્પ્રેસરની આયાત પર કેન્દ્ર સરકારના કડક પ્રતિબંધને કારણે આ ક્ષેત્રની મોટી કંપનીઓની ઊંઘ ઉડી ગઈ છે. અહેવાલો અનુસાર, આ ક્ષેત્રની મોટી બ્રાન્ડ્સે ચેતવણી આપી છે કે સરકારી પ્રતિબંધથી ભારતીય બજારમાં કૂલિંગ ઉપકરણોની તીવ્ર અછત સર્જાઈ શકે છે. પરિણામે, બજારમાં વધતા ભાવ અને એસી અને રેફ્રિજરેટર જેવા કૂલિંગ ઉપકરણોની અછત ઉદભવી શકે છે.