મોરબીમાં પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે કોંગ્રેસનો અનોખો ચોકલેટ વિરોધ
મોરબીમાં પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે કોંગ્રેસનો અનોખો ચોકલેટ વિરોધ
Published on: 29th May, 2026

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના તણાવને કારણે Fuel Crisis સર્જાતા સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અસહ્ય વધારો કર્યો છે, જેનાથી સામાન્ય જનતા પર બોજ વધ્યો છે. આ ભાવવધારાના વિરોધમાં મોરબીમાં જિલ્લા મહિલા કોંગ્રેસ અને યુથ કોંગ્રેસે અનોખો વિરોધ પ્રદર્શન કર્યું. મોરબીના ગાંધી ચોક પાસે આવેલ પેટ્રોલ પંપ ખાતે કોંગ્રેસના આગેવાનો ડીઝલ લેવા ગયા ત્યારે જથ્થો ન મળતા તેમણે કર્મચારીઓ અને લોકોને ચોકલેટ આપી ભાવ વધારો પાછો ખેંચવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા.