અમદાવાદ એરપોર્ટ રોડ પર આગ લઈને દોડતી મહિલા, પોલીસ ફરિયાદ નોંધાઈ
અમદાવાદ એરપોર્ટ રોડ પર આગ લઈને દોડતી મહિલા, પોલીસ ફરિયાદ નોંધાઈ
Published on: 29th May, 2026

અમદાવાદ એરપોર્ટ રોડ પર એક અજાણી મહિલા હાથમાં સળગતી લાકડી લઈને વાહનોની વચ્ચે દોડતી જોવા મળી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ મહિલાએ જાહેર રોડ પર નાગરિકોના જીવ જોખમમાં મૂકી બેદરકારી ભર્યું કૃત્ય કર્યું હતું. એરપોર્ટ પોલીસ દ્વારા વીડિયોના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આસપાસના CCTV ફૂટેજના આધારે મહિલાની ઓળખ કરવાની તજવીજ ચાલી રહી છે.