સુરતના પોશ ફ્લેટમાં ‘લેડીઝ જુગારક્લબ’ પર દરોડો.
સુરતના પોશ ફ્લેટમાં ‘લેડીઝ જુગારક્લબ’ પર દરોડો.
Published on: 29th May, 2026

સુરતના મોટા વરાછા વિસ્તારમાં એક હાઈપ્રોફાઈલ ‘લેડીઝ જુગારક્લબ’ પર ઉત્રાણ પોલીસે દરોડો પાડ્યો છે. ACની ઠંડકમાં તીનપત્તી રમતી ફ્લેટ માલિકની પત્ની સહિત 7 મહિલાઓની પોલીસે રંગેહાથ ધરપકડ કરી છે. આ તમામ મહિલાઓ મૂળ સૌરાષ્ટ્રની વતની છે અને સુરતના અલગ-અલગ વિસ્તારોમાં રહે છે. પોલીસે ઘટનાસ્થળેથી રોકડ, મોબાઈલ અને ગંજીપાના મળી કુલ ₹45,430નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.