વેકેશન નહીં લંબાવવા CM-શિક્ષણમંત્રીને પત્ર.
વેકેશન નહીં લંબાવવા CM-શિક્ષણમંત્રીને પત્ર.
Published on: 29th May, 2026

ગુજરાતની 8500 ખાનગી શાળાઓના 40 લાખ વિદ્યાર્થીઓ માટે 8 જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ કરવાની અને ઓનલાઇન એજ્યુકેશનના બદલે પ્રત્યક્ષ શિક્ષણ આપવાની માંગ સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવી છે. પરીક્ષાઓ નજીક હોવાથી અભ્યાસક્રમ સમયસર પૂર્ણ કરવો, વિદ્યાર્થીઓ પર અભ્યાસનો બોજ ઘટાડવો, અને ગુણવત્તાસભર શિક્ષણ તથા સર્વાંગી વિકાસ માટે ઓફલાઇન શિક્ષણ જરૂરી છે. કોરોનાકાળના ઓનલાઇન શિક્ષણથી એકાગ્રતા, લેખન, સામાજિક સંવાદ, અને મૂળભૂત કૌશલ્યો પર પડેલી નકારાત્મક અસરોની ભરપાઈ માટે પ્રત્યક્ષ શિક્ષણ અત્યંત આવશ્યક છે.