વડોદરાના અટલાદરામાં ખાનગી હોસ્પિટલ નજીક બનતી બિલ્ડિંગમાં આગ લાગતા અફરાતફરી
વડોદરાના અટલાદરામાં ખાનગી હોસ્પિટલ નજીક બનતી બિલ્ડિંગમાં આગ લાગતા અફરાતફરી
Published on: 29th May, 2026

વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલના નવા બંધાતા બિલ્ડીંગમાં આગ લાગતાં ફાયર બ્રિગેડે એક કલાકમાં આગ કાબુમાં લીધી હતી. અટલાદરા ખિસકોલી સર્કલ પાસે આવેલી વેલકેર હોસ્પિટલની પાછળના ભાગે હોસ્પિટલની એક બિલ્ડીંગ બની રહી હતી. ત્યારે સેન્ટ્રલ એસીના કામ દરમિયાન આગ લાગતા ધુમાડાના ગોટા છવાયા હતા. બનાવની જાણ થતાં મકરપુરા જીઆઇડીસી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા એક કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. બનાવને પગલે લોકોના ટોળા જામ્યા હતા અને થોડીવાર માટે ગભરાટનો માહોલ છવાયો હતો.