GSTમાં કરાયેલી કપાત બાદ વાહનોના વેચાણમાં સતત વૃદ્ધિ
GSTમાં કરાયેલી કપાત બાદ વાહનોના વેચાણમાં સતત વૃદ્ધિ
Published on: 16th June, 2026

સમાપ્ત થયેલા મેમાં ઓટો ઉત્પાદક કંપનીઓ ખાતેથી ડીલરો ખાતે  ઊતારૂ વાહનોની રવાનગી વાર્ષિક ધોરણે ૨૭ ટકાથી વધુ રહી હોવાનું જોવા મળ્યું છે. ગયા વર્ષના સપ્ટેમ્બરમાં સરકારે ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (GST)માં કપાત કર્યા બાદ વાહનોની માગમાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે.મેમાં ઊતારૂ વાહનોની રવાનગી ૨૭.૩૦ ટકા વધી ૪,૩૮,૮૫૪ એકમ રહી હોવાનું સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેકચરર્સ (સિઅમ)ના ડેટા જણાવે છે.