૧૦ લાખ ટન કાચી ખાંડની આયાત પર ટેક્સ માફ!
૧૦ લાખ ટન કાચી ખાંડની આયાત પર ટેક્સ માફ!
Published on: 21st August, 2026

દેશમાં ખાંડની અછતને પહોંચી વળવા કેન્દ્ર સરકારે ૧૦ લાખ ટન કાચી ખાંડની આયાત પરનો ટેક્સ માફ કર્યો છે. ડીજીએફટી નોટિફિકેશન મુજબ, આ સુવિધા ૩૧ ઓક્ટોબર ૨૦૨૬ સુધી લાગુ રહેશે. જોકે, આયાતી કાચી ખાંડમાંથી તૈયાર થયેલી રિફાઈન્ડ ખાંડ ૩૧ ઓક્ટોબર ૨૦૨૬ સુધીમાં ઘરેલું બજારમાં વેચવી પડશે. ખાંડના ભાવમાં વધારાનું મુખ્ય કારણ ઉત્પાદન કરતાં વપરાશ વધુ થવો અને અગાઉ નિકાસને મંજૂરી આપવાનો નિર્ણય માનવામાં આવે છે. દેશમાં ખાંડના સ્ટોક જરૂરી સ્તરથી નીચે આવી શકે તેવી આશંકા છે.