સોનામાં રૂ.૩૫૦૦નો ઉછાળો, ચાંદીમાં રૂ.૮૫૦૦ની તેજી, ક્રૂડ ૯૪ ડોલર પાર
સોનામાં રૂ.૩૫૦૦નો ઉછાળો, ચાંદીમાં રૂ.૮૫૦૦ની તેજી, ક્રૂડ ૯૪ ડોલર પાર
Published on: 21st August, 2026

મુંબઈ ઝવેરી બજારમાં સોના-ચાંદીના ભાવમાં ફરી ઝડપી ઉછાળો જોવા મળ્યો. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૫૦૦ ડોલર પાર પહોંચ્યા. અમેરિકા દ્વારા બોન્ડ બાયબેક વધારવાના સંકેતો અને ડોલરના ગ્લોબલ ઈન્ડેક્સમાં ઘટાડાને કારણે ફંડોનું સોનામાં બાઈંગ વધ્યું. અમદાવાદમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૩૫૦૦ અને ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦૦ વધ્યા. ક્રૂડ ઓઈલના ભાવ બેરલદીઠ ૯૪ ડોલર ઉપર જતાં સોના પર તેની અસર દેખાઈ.