ફુગાવો વધવાની ચિંતા: MPC સભ્યોએ રેપો રેટ વધારવાના આપ્યા સંકેત
ફુગાવો વધવાની ચિંતા: MPC સભ્યોએ રેપો રેટ વધારવાના આપ્યા સંકેત
Published on: 21st August, 2026

ભારતીય રિઝર્વ બેંક (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC)ના સભ્યોએ ફુગાવાના વધતા વલણને ધ્યાનમાં રાખીને રેપો રેટમાં વધારો કરવાની શક્યતા દર્શાવી છે. ઓગસ્ટની બેઠકની મિનિટ્સ મુજબ, ચાલુ નાણાકીય વર્ષમાં ફુગાવાને નિયંત્રણમાં લેવા માટે પોલિસી રેટમાં ફેરફાર કરવો પડી શકે છે. હાલ રેપો રેટ ૫.૨૫% પર યથાવત છે, પરંતુ જો ફુગાવા અંગેની ધારણાઓ સાચી ઠરે તો ભવિષ્યમાં લોન મોંઘી થઈ શકે છે, જે ગ્રાહકોના EMI પર અસર કરશે.