સિમ કાર્ડ ખરીદવાના નિયમોમાં ફેરફાર
સિમ કાર્ડ ખરીદવાના નિયમોમાં ફેરફાર
Published on: 21st August, 2026

સરકાર સાયબર ફ્રોડ અને અનધિકૃત કનેક્શન્સને નિયંત્રિત કરવા માટે સિમ કાર્ડ ખરીદવાના નિયમો કડક બનાવી રહી છે. 24 ઓગસ્ટથી, એક વ્યક્તિના નામે વધુ સિમ કાર્ડ રાખવાની મર્યાદાનું કડક પાલન કરવામાં આવશે. ટેલિકોમ ઓપરેટરોને નિર્દેશ આપવામાં આવ્યો છે કે માન્ય મર્યાદા કરતાં વધુ સિમ કાર્ડ ધરાવતા ગ્રાહકોને નવું સિમ કાર્ડ ન આપે. Digital Intelligence Platform દ્વારા ગ્રાહકોના રેકોર્ડ્સની ચકાસણી કરવામાં આવશે. ભૂલથી વધુ સિમ કાર્ડ એક્ટિવેટ થાય તો તે તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવશે.