LPG eKYC: માત્ર 2 દિવસ બાકી, નહિંતર સિલિન્ડર બુકિંગ અને સબસિડી પર અસર!
LPG eKYC: માત્ર 2 દિવસ બાકી, નહિંતર સિલિન્ડર બુકિંગ અને સબસિડી પર અસર!
Published on: 21st August, 2026

લાખો LPG ગ્રાહકો માટે e-KYC વેરિફિકેશન પૂર્ણ કરવાની અંતિમ મુદત નજીક છે. જો તમે હજુ સુધી તમારા Indane, BPCL, કે HP Gas કનેક્શન માટે e-KYC નથી કર્યું, તો તમારી પાસે માત્ર 2 દિવસ બાકી છે. 23 ઓગસ્ટ 2026 સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ ન કરવાથી, નવું ગેસ સિલિન્ડર બુક કરવામાં મુશ્કેલી આવી શકે છે અને મળવાપાત્ર સબસિડી પણ અટકી શકે છે. ઘરબેઠા મોબાઇલ દ્વારા 'Aadhaar FaceRD App' અને સંબંધિત કંપનીની એપ (IndianOil One, Hello BPCL, HP Pay) ની મદદથી ફેસ ઓથેન્ટિકેશન દ્વારા સરળતાથી e-KYC કરી શકાય છે.