પૂરતા બફર સ્ટોકને કારણે કઠોળના બજાર ભાવ MSP કરતા પણ નીચે
પૂરતા બફર સ્ટોકને કારણે કઠોળના બજાર ભાવ MSP કરતા પણ નીચે
Published on: 06th May, 2026

ભાવ સહાય યોજના દ્વારા બજારમાં સરકારના હસ્તક્ષેપ છતાં, મોટાભાગના કઠોળના બજાર ભાવ હાલમાં લઘુત્તમ ટેકાના ભાવ કરતા નીચે છે, જેનું મુખ્ય કારણ મજબૂત પાક અને પૂરતા બફર સ્ટોક છે, એમ વેપાર સૂત્રોએ જણાવ્યું હતું. તુવેર, ચણા, અડદ, મસુર અને મગ - કઠોળના બજાર ભાવ હાલમાં એમએસપી કરતા ૪ ટકા થી ૧૪ ટકા નીચે છે.ચણા, જે કઠોળ ઉત્પાદનમાં લગભગ ૫૦% હિસ્સો ધરાવે છે, તેનો બજાર ભાવ હાલમાં સિઝન માટે રૂ. ૫૮૭૫/ક્વિન્ટલના એમએસપી સામે રૂ. ૫૨૦૦/ક્વિન્ટલ છે.